મનના સ્વાસ્થ્ય પ્રત્યે તમે કેટલા જાગૃત છો?
આરોગ્યની જાળવણીના શારીરીકની સાથે સાથે માનસીક તંદુરસ્તી પણ અનિવાર્ય
માનસીક મનોબળ મજબૂત હશે તો શારીરીક ત્રુટીઓ આપોઆપ બે અસર બની જાય છે
શારીરિક સ્વાસ્થ્યની કાળજી તો બધા રાખતા જ હોય છે ખાસ કરીને કોવિડ બાદ લોકો હવે વધુ જાગરૂત થઈ ગયા છે. શારીરિક સ્વાસ્થ્ય સાથે આગતની બાબત માનસિક સ્વાસ્થ્યની પણ છે. કોવિડ બાદ જ્યારે લોકો ઉકડા અને ઘરેલુ નુસખા અપનાવી રહ્યા છે ત્યાર આ કપરા સમયમાં લોકો માનસિક તનાવથી વધારે હેરાન થયા છે.
સમાજમાં હજી પણ માનસિક સ્વાસ્થ્યની સારવાર લેવી એ એક મોટી સમસ્યા બની ગઈ છે. લોકો હજી પણ મને છે કે “હાય હાય! આ તો ગાંડાના ડોક્ટરને બતાવે છે.” 21મી સદીમાં આ વિચારધારા હોવી એને તો રૂઢિચુસ્ત કહેવાય. દરેક નવી પેઢી સાથે માનસિક સ્વાસ્થ્યની આસપાસનું કલંક ધીમે ધીમે પરંતુ ચોક્કસપણે ઓગળતું રહે છે.
આ લોકોને તાણ, બેચેની, અલગતા અને અન્ય માનસિક સ્વાસ્થ્ય જરૂરિયાતો સાથે સામનો કરવા માટે નિષ્ણાંતની મદદ લેવા અને સારવાર માટે પરવાનગી આપે છે. આ પ્રકારની સહાયથી રોગપ્રતિકારક શક્તિને પણ ફાયદો થઈ શકે છે. ઉપરોક્ત માનસિક સુખાકારીની અસર નીંદર પર પડી શકે છે, અને તેથી રોગપ્રતિકારક કાર્ય, તણાવ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે.
માનસિક સ્વાસ્થ્યની મહત્વતા એટલી જ છે જેટલી શારીરિક સ્વાસ્થ્યની છે: ડો રાજેશ રામ
માઈન્ડ કેર ન્યુરોસાઇક્યાટ્રીના ડો રાજેશ રામ અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે માનસિક સ્વાસ્થ્યની મહત્વતા એટલી જ છે જેટલી શારીરિક સ્વાસ્થ્યની છે. હાલ તો કોવિડ જેવા કપરા સમયમાં લોકોના શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પર વધારે અસર થઈ છે એમ પણ કહી શકીએ. માત્ર “સ્વાસ્થ્ય”ના વ્યાખ્યાની જો વાત કરીએ તો એમ કહી શકાઈ જે લોકો શારીરિક, માનસિક અને સામાજિક રીતે ફિટ છે તેઓ જ હિટ છે. સમાજમાં લોકો માત્ર શારીરિક સ્વાસ્થ્ય માટે
જ કાળજી લેતા હોય ખાસ કરીને કોવિડ બાદ. લોકોને ક્યાંક આ સમયમાં શારીરિક કરતાં વધારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો હતો. આજે દિવસે ને દિવસે આત્મહત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે જો પ્રારંભિક તબક્કામાં જ સમાજની બીક રાખ્યા વગર સારવાર લેવામાં આવે તો આત્મહત્યા જેવી ગંભીર સ્થિતિ ઊભી થતાં અટકાય છે.
મેન્ટલ હેલ્થમાં 50% લોકોને જ ટ્રીટમેન્ટ મળી રહે છે: ડો સારિકા પાટીલ
ન્યુરોલોજીસ્ટ ડો સારિકા પાટીલ અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે માનસિક તણાવની સારવાર લેવી એ હજી “સ્ટીગમાં” સ્વરૂપ જ છે સમાજ માં. મારા અંદાજે આશરે 50% લોકોને જ મેન્ટલ હેલ્થના નિવારણ આવે છે બાકીના 50% લોકો તો જાણે વંચિત જ છે. જો સારવાર સમયસર ના થાય તો તેની અસર શારીરિક સ્વાસ્થ્ય પર પણ દેખાઈ છે ત્યારે આવા સમયે નિષ્ણાંતનો સંપર્ક કરવાની સાથે જરૂરી સારવાર મેળવી ખુબ અગત્ય છે. અબતકના મધ્યમથી વાંચકોને
કહેવા માંગીસ કે માનસિક તણાવ જેવા કપરા સમય માત્ર કી અંગત સાથે વાત કરવાનો પ્રયાસ જરૂરથી કરવો જોઇયે અને ત્યારબાદ પણ સમસ્યાનો નિવારણ નથી આવતો તો કોઈ સાઇકોથેરાપિસ્ટ પાસે સમાજની બીકે જતાં અચકાવું નહીં.
મેન્ટલ હેલ્થને લઈ સમાજમાં હજી સ્ટીંગમાં અને ગેરમાન્યતા છે: નિષ્ઠા શાહ
સાઇકોથેરાપીસ્ટ નિષ્ઠા શાહ અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે ઈમોશનલ હેલ્થની મહત્વતા એટલી જ છે જેટલી ફિઝિકલ હેલ્થની છે ત્યારે 21મી સદીમાં માનસિક તણાવ માટે મદદ લેવી કોઈ શરમજનક વાત તો ના જ બનવી જોઈ. મેન્ટલ હેલ્થને લઈ મારા અનુસાર સમાજમાં હજી સ્ટીગમાં અને ગેરમાનયતા રહી છે.
આજે બધી જ ઉમરના લોકો જે જાગૃત છે તેઓ સારવાર અચકાયા વગર લે છે ત્યારે સમાજનો આ વર્ગ ખૂબ નાનો છે. આજે સ્ટ્રેસ અને ડિપ્રેશન ખૂબ જ સામાની થઈ ગયું છે ત્યારે આવા સમયે લોકોમાં માનસિક સ્વાસ્થ્યને લઈ જાગરુકતા હોવી ખૂબ જરૂરી બની જાય છે.
હાલના સમયમાં લોકો માનસિક સ્વાસ્થ્યને લઇ જાગૃત થઇ ગયા છે: ડો મુકેશ પટેલ
રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો મુકેશ પટેલ અબતક સાથે વિશેષ વાતચીત દરમ્યાન જણાવે છે કે મનનું અસ્થિત્વએટલું જ રહ્યું છે જેવુકે આપના શરીરનું અને સમાજનું અસ્થિત્વ. મોટાભાગે લોકો દુખી હોય ત્યારે તેઓને જાણ હોય જ છે કે તેઓ મનથી ક્યાંકને ક્યાંક મુંજય રહ્યા છે. હાલના સમયમાં લોકો માનસિક સ્વાસ્થ્યને લઇ જાગૃત થઇ ગયા છે. લોકો હવે સમજે છે અને સારવાર માટે પણ નિષ્ણાંત પાસે જાય છે! મારી પાસે 6-7 વર્ષના બાળકથી લઈને 75
વર્ષના વૃદ્ધ પણ સારવાર માટે આવે છે. ત્યારે જો આલોકો સમજી સકતા હોય તો સમાજમાં થોડી વધુ જાગરૂકતાથી લોકો માનસિક સ્વાસ્થ્યને પણ મહત્વતા આપવા લાગશે!