આપણા દેશમાં મેહેંદી વર્ષોથી વાળ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા મદદરૂપ રહી છે. દેશના દરેક ભાગમાં દાદી-નાનીથી લઈને માંની સલાહ પર યુવતીઓ વાળને સેહતમંદ બનાવી રાખવા માટે મહેંદીનો જ ઉપયોગ કરે છે. વાળોને ડાઈ કરવા ઉપરાંત તે વાળને પોષણ આપીને મજબૂત બનાવે છે. જોકે મહેંદીમાં પહેલા તેના પાનનો ઉપયોગ કરવામાં આવતો પરંતુ હવે બજામાં હિનાનો પાવડર સરળતાથી ઉપલબ્ધ છે. આજે અમે તમને મહેંદીના ફાયદા અને નુકસાન વિશે જણાવીશું.
- વાળને ખરતા અટકાવે
મહેંદી સ્કેલ્પ પર ખૂબ જ પ્રભાવી હોય છે. સ્કેલ્પ પર મહેંદી લગાવવાથી વાળની તંદુરસ્તી વધે છે. મહેંદી સાથે મેથી મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ ખરવાની સમસ્યા ઘટી જાય છે.
- વાળને કંડિશન કરે
મહેંદીમાં ઈંડા, દહીં જેવા હાઈડ્રેટિંગ ઈન્ગ્રીડિએન્ટ્સ મેળવવા પર તે વાળનો સોફ્ટનેસ પ્રદાન કરે છે. જો તમે મહેંદીનો ઉપયોગ માત્ર વાળને કંડીશન કરવા માટે જ કરતા હોય તો તેને માથામાં ઓછા સમય સુધી જ લગાવીને રાખો.
- ખોડાથી છૂટકારો
મહેંદી તમારા સ્કેલ્પમાંથી ગંદગી અને ડેન્ડ્રફ હટાવવાના મદદ કરે છે. નિયમિત રૂપથી મહેંદીના ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યાથી કાયમ માટે શાંતિ થઈ જશે.
- માથામાં ખંજવાળને અટકાવે
મહેંદીમાં પ્રાકૃતિક એન્ટીફંગલ અને એન્ટિમાઈક્રોબિઅલ ગુણ હોય છે, જે સ્કેલ્પને ઠંડક પહોંચાડીને વાળમાં આવતી ખંજવાળને દૂર કરવામાં મદદ કરે છે.
- વાળને ડાઈ કરવા
મહેંદીનો સૌથી સામાન્ય ઉપયોગ વાળને ડાઈ કરવાનો છે. બજારમાં ઉપલબ્ધ હેર ડાય પ્રોડક્ટ્સની તુલનામાં આ ખૂબ જ સુરક્ષિત અને કેમિકલ ફ્રી છે. આ નૈસર્ગિક વસ્તુ હેર ડાઈના મુકાબલે ખૂબ જ સસ્તી છે.
- વાળની ચમક વધારે
મહેંદીમાં રહેલું ટૈનિન અસલીમાં વાળોના કોર્ટેક્સમાં પ્રવેશીને વાળને મજબૂત બનાવે છે. જેનાથી વાળને ઓછું નુકસાન થાય છે. જેથી વાળ સ્વસ્થ અને મુલાયમ તથા ચમકદાર લાગે છે.
- ઓયલ પ્રોડક્શનને સંતુલિક કરે છે
મહેંદી અતિસક્રિય સિબેશસ ગ્લેંન્ડ્સને ઠંકડ પહોંચાડે છે અને ઓયલ પ્રોડક્શનની પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જેનાથી વાળ ધોયા બાદ કેટલાક જ કલાકોમાં આ વાળ ઓઈલી જોવા મળે છે.
આ તમારા વાળને દરેક સમયે એક જ રંગ આપે છે. જો તમારા વાળને અલગ-અલગ રંગોથી કલર કરવાના શોખીન હોય તો મહેંદી તમારા માટે નથી. મહેંદીથી વાળની નમી ઓછી થાય છે.
આથી જો તમે નિયમિત રૂપથી વાળમાં મહેંદી લગાવતા હોય તો તમારે સમય-સમય પર ડીપ કંડીશનિંગ કરાવવાની જરૂર પડી શકે છે. મહેંદીના વાળ પર લગાવવી એક મહેનતનું કામ છે. પરંતુ મહેંદીના ચક્કરમાં બજારમાંથી કેમિકલ યુક્ત મહેંદી વાળમાં ન લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.