હંમેશા જુવાન દેખાવવા માટે તમને મદદરૂપ થશે આ આળસી બીજ. આ આળસી બીનું સેવન કરવું એ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તમે તેના બિ પણ ખાઇ શકો છો અને આ ઉપરાંત અળસીનો ભુક્કો કરી પાવડર બનાવી તેને એરટાઇટ ડબ્બામાં પેક કરીને રાખો બાદમાં એક ગ્લાસ ગરમ પાણીમાં આ પાવડર નાખીને નિયમિત ક્રમે પીવાથી આરોગ્યને ઘણા બધા ફાયદાઓ છે આમ તો અળસીનો મુખવાસ પણ કરવામાં આવે છે જે પાચનશક્તિ માટે અસરકારક છે.
અળસીમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફોરસ, આયરન, કેરોટિન, થાયમિન, રાઇબોફ્લેવિન તથા નિયાસિન તત્વો રહેલા હોય છે.
જે ગ્નેરિયા, નેફાઇટિસ, અસ્થમા, કેન્સર, હ્યદય રોગ, શુગર, કબજીયાત, જેવી અનેક મોટી બિમારીથી રાહત અપાવવામાં મદદરુપ બને છે.
જો તમે નિયમિતરુપે અળસીનું સેવન કરો તો તેથી તમારી ત્વચામાં ગ્લો આવશે અને તમે હંમેશા જુવાન દેખાશો.
ઘણા લોકોને ભુખ નહી લાગવાની સમસ્યા હોય છે એવામાં જમ્યા પહેલા એક ગ્લાસ પાણીની સાથે અળસીનું સેવન કરવું આમ કરવાથી ભુખ ઉઘડે છે.
રોજ ખાલી પેટે ગરમ પાણીની સાથે અળસીના પાઉડરનું સેવન કરવાથી વજન ઓછુ થાય છે અને કબજીયાતની સમસ્યાથી પણ આરામ મળે છે.