Diwali 2024 : ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાવરણી ખરીદવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે.

RANGOLI 1 1

દિવાળીનો તહેવાર નજીકમાં છે. ત્યારે દિવાળીના પર્વમાં લોકો પોતાના ઘરને સજાવતા હોય છે. ખાસ કરીને ઘર આંગણે રંગોલી કરીને દિવાળીના પર્વને ખાસ બનાવતા હોય છે, ત્યારે અમે તમને કેટલીક રંગોળીની સરળ ડિઝાઇન બતાવીશું, જે થોડાક જ સમયમાં તમે ઘરના આંગણે બનાવી શકશો.

RANGOLI2

ગણતરીના દિવસોમાં દિવાળીનો પર્વ આવી રહ્યો છે, લોકો ધનતેરસથી લઇને બેસતા વર્ષ અને લાભ પાંચમ સુધી ઘર આંગણે રંગોળી ડિઝાઇન કરતા હોય છે. ત્યારે તમે રંગોળીની આ ડિઝાઈનમાંથી આઈડિયા લઈ શકો છો. અલગ અલગ રંગોનો ઉપયોગ કરીને તમે આ રંગોળી બનાવી શકો છે.

RANGOLI 3

દિવાળી અને ધનતેરસના બંને ખાસ દિવસોમાં ઘરોમાં રંગોળી ચોક્કસપણે કરવામાં આવે છે. આ રંગોળી ડિઝાઇન આ બંને પ્રસંગો માટે યોગ્ય રહેશે. તેમજ આમાં વિવિધ રંગોનો દીવો બનાવવામાં આવે છે. તેમજ નજીકમાં ખૂબ સારી ડિઝાઇનવાળા દિવા પણ રાખો. આ ડિઝાઇન બનાવવામાં પણ ખૂબ જ સરળ હશે.

MORPICHH 1

દિવાળીના ખાસ પ્રસંગ માટે, તમે આ રંગોળી ડિઝાઇનમાંથી વિચારો લઈ શકો છો. આ ડિઝાઈનમાં દિવાની ફરતે ખૂબ જ સુંદર ડિઝાઈન બનાવવામાં આવી છે અને આજુબાજુના વિસ્તારને લેમ્પથી સજાવવામાં આવ્યો છે. આ ડિઝાઇન ખૂબ જ સુંદર અને અનન્ય લાગે છે.

RANGOLI 5

જો તમે દિવાળી અથવા કોઈપણ તહેવાર માટે રંગોળીની અનોખી ડિઝાઈન શોધી રહ્યા છો, તો તમે આ રંગોળી ડિઝાઈનમાંથી આઈડિયા લઈ શકો છો. જેમાં મોર અને અન્ય અનેક પ્રકારની ડિઝાઈન બનાવવામાં આવી છે. તેમજ મોરપિચ્છની આસપાસ દીવા પણ મુકવામાં આવ્યા છે.

RANGOLI6

જો તમે ધનતેરસ અને દિવાળીના દિવસે ઘરે સરળ રંગોળી ડિઝાઇન કરવા માંગતા હો, તો તમે આ રંગોળી ડિઝાઇનમાંથી વિચારો લઈ શકો છો. તેમજ તેમાં તમે લક્ષ્મી માતાના પગલાની ડિઝાઇન કરી શકો છો. આ ડિઝાઇન બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. તેમાં માત્ર રંગોનો ઉપયોગ કરીને તમે આ ડિઝાઇન બનાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.