સુકામેવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. અંજીર આમાંથી એક છે. અંજીર ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ ગુણો તેમાં રહેલા છે. અંજીર વજન ઘટાડવા, એનર્જી વધારવા ખૂબ જ અસરકારક છે. તેનું સેવન કર્યા પછી, તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. તે મેટાબોલિક રેટને વેગ આપે છે.
અંજીર છે ગુણોનો ખજાનો :
અંજીર કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદાઓ આપવાનું પણ કામ કરે છે. અંજીરમાં આયર્ન હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી નથી થતી. તેમાં કેલ્શિયમ હોય છે. તેમજ આનું સેવન કરવાથી હાડકાં મજબૂત રહે છે.
અંજીર ખાવાની સાચી રીત :
પલાળેલા અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીર ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પણ મોટાભાગના લોકો તેને ખાવાની સાચી રીત જાણતા નથી. પલાળેલા અંજીર સ્વાસ્થય માટે વધુ અસરકાક હોય છે. અંજીર પલાળવા માટે એક ગ્લાસ પાણી લો. તેમાં 2-3 અંજીર નાખો. આખી રાત પલાળવા માટે છોડી દો. હવે તમે આ પલાળેલા અંજીરને સવારે ખાઈ શકો છો. જો તમે રોજ પલાળેલા અંજીરનુ આ રીતે સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવા માટે તમે સવારે ખાલી પેટે અંજીરનું સેવન કરવાથી પેટ ભરેલું લાગશે અને ખાવાની લાલસા પણ ઓછી થશે.
વજન ઘટાડવામાં પલાળેલા અંજીર કેવી રીતે ફાયદાકારક છે?
અંજીરમાં ફાઈબર હોય છે. ફાઈબર લેવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી જલ્દી ભૂખ લાગશે નહીં અને અતિશય આહાર ટાળી શકાય છે. આ સિવાય અંજીર ખાવાથી પેટમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જેથી ચરબી બર્ન કરવામાં પણ મદદ કરી શકે છે. તેમજ અંજીરમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ પણ ઓછા હોય છે. આવી સ્થિતિમાં, અંજીર ખાવાથી તમને વધુ પડતી ચરબી અને કેલેરી નથી મળતી, જેના કારણે તમારું વજન નિયંત્રણમાં રહે છે.
વજન ઘટાડવાની સાથે, તેઓ સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા પણ આપે છે. આવો જાણીએ રોજ પલાળેલા અંજીર ખાવાના અન્ય ફાયદા વિશે.
1) બ્લડ સુગર –
અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. અંજીરનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. સાથોસાથ તેમાં ક્લોરોજેનિક એસિડ હોય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
2) બ્લડ પ્રેશર નિયંત્રણ –
અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનું નિયમિત સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં સોડિયમ હોય છે. તેનું સેવન કરવાથી બ્લડપ્રેશરનું સ્તર નિયંત્રણમાં રહે છે.
3) હૃદયને રાખે એકદમ સ્વસ્થ –
અંજીર બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે જેથી હૃદય ને લગતી બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. અંજીરને ડાયટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે કારણ કે તે હાર્ટના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે.
4) હાડકાને રાખે છે મજબૂત –
અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે કે જે હાડકાઓને મજબૂત બનાવવા માટે ખૂબ જ અગત્યનું છે. જે લોકોને હાડકામાં વધારે પડતો દુખાવો થતો હોય તેના માટે ખૂબ જ ગુણકારી છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.