આજકાલના યુગમાં દરેક વસ્તુમાં ફેરફાર નોંધાયો છે. વ્યક્તિના ખોરાકમાં પણ બદલાવ આવ્યો છે ત્યારે આ બદલાયેલા ખોરાક અને અનિયમિત ખોરાકથી મોટાભાગનાં લોકો અપચાથી પીડાય છે ખાવાનાં શોખીન લોકો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર જ્યારે પણ ચાન્સ મળે ત્યારે પોતાની પસંદગીની વાનગીઓ ખાવા પર ટુટી પડે છે.
એક અભ્યાસના તારણ મુજબ આપણે ક્યારે શું અને કેટલાં પ્રમાણમાં ખાઇએ છીએ તે દરેક બાબતની સીધી અસર આપણાં સ્વાસ્થ્ય ઉપર પડે છે.
જેમાં સૌથી વધુ અસર પાચનતંત્રને થાય છે ત્યારે રાત્રે ભોજનમાં અમુક પ્રકારે આહાર લેવાથી પાચનશક્તિ વધે છે. તો જાણીએ એવી કેટલીક ચીજ-વસ્તુ વિશે જે રાત્રી ભોજનમાં આરોગવી સ્વાસ્થ્ય માટે હિતાવહ સાબિત થાય છે
રાતના સમયે લીલા શાકભાજી ખાવી જોઇએ કારણ કે શાકભાજીમાં ભરપૂર ફાઇબર રહેલું હોય છે જે સ્વાસ્થ્ય માટે અને પાચનતંત્ર માટે ફાયદાકારક નીવડે છે.
આદુમાં અનેક પ્રકારના ઔષધિય ગુણ રહેલા છે. એટલે જ આદુને તમારા ડાયેટમાં જરુરથી સમાવેશ કરવો જોઇએ. આદુને અથાણા, સલાડ અથવા તો કોઇપણ સ્વરુપમાં રાત્રીય ભોજનમાં લેવું જોઇએ જે પાચનક્રિયાને દુરુસ્ત કરે છે.
રાતના સમયે જો તમે ખાંડ ખાવ છો તો તેની જગ્યાએ મધનો ઉપયોગ કરો જો જમીને પછી મીઠું દૂધ પીવો છો તો તેમાં પણ ખાંડની જગ્યાએ મધ ઉમેરી પીવો. જેનાથી શરીરનું મેટાબોલિઝમ સરખુ થાય છે.
રાત્રી ભોજન દરમિયાન દહિંનું સેવન કરવું ટાળવું જોઇએ અને તેની જગ્યાએ છાશ પીવી જોઇએ. રાત્રે છાશ પીવી અથવા તો લસ્સી, રાયતુ લેવું જોઇએ. જેનાંથી પેટમાં ઠંડક અને પાચનક્રિયા સારી થશે.