ભારતનાં 129 મિલિયન લોકોની માહિતી ચીન સરકાર પાસે છે

વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો વપરાશ વધતા ડ્રેગનને મોટો લાભ: 1.41 બિલિયન લોકોનાં ખાનગી ઈ-મેઈલ, મેસેજ અને પર્સનલ રેકોર્ડ મેળવી લીધા

ડેટા ઈઝ ધ કિંગ… આજના 21મી સદીનાં ડીજીટલ યુગમાં ઓનલાઈન સેવાઓનો વ્યાપ ખૂબ વધ્યો છે. ડીજીટલ પ્લેટફોર્મનાં માધ્યમોથી દુરસંચાર વ્યવહાર ઝડપી અને સરળ બનતા આનો ઉપયોગ દીનપ્રતિદિન વધી જઈ રહ્યો છે આજે માહિતીનું આદાન-પ્રદાન ડીજીટલી જ વધારે થઈ રહ્યું છે. ડીજીટલ યુગે ‘ડેટા’નું મહત્વ અનેકગણું વધારી દીધું છે. ફેસબુક, યુટયુબ, ટવિટર, ઈન્સ્ટાગ્રામ વોટ્સએપ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ આપણા ડેટા ઉપર જ તો નિર્ભર રહી પ્રત્યક્ષ કે પરોક્ષ પણે રોકડી કરે છે. ત્યારે ઈન્ટરનેટનો વ્યાપ-વિસ્તાર વધારી ડેટા ઉપર પ્રભુત્વ જમાવવા વિશ્ર્વભરનાં દેશો વચ્ચે હોડ જામી છે. આ હોડમાં ચીને તરાપ મારી છે. ડેટામાં પણ ડ્રેગને મોખરે રહી વિશ્ર્વની 20 ટકા વસ્તીની માહિતી અંકે કરી લીધી છે.હાલ, વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક-વીપીએનનો ઉપયોગ દીન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. એમાં પણ સૌથી વધુ યુવાધન ધરાવતા ભારતમાં નોંધપાત્ર વધારો થયો છે. વધુ સલામત અને સરળ વપરાશના હોડ વચ્ચે વીપીએન યુઝર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.જેનો લાભ પરોક્ષ પણે ડ્રેગનને વધુ મળી રહ્યો છે. કારણ કે, વિશ્ર્વભરના વીપીએનમાંથી મોટાભાગનાં નેટવર્ક ચીનાં પોતાના છે. આ કારણસર ચીન સરકાર પાસે વિશ્ર્વની કુલ વસ્તીનાં 20 ટકા લોકોનાં ડેટા મોજુદ છે. જેમાં પ્રાઈવેટ ઈમેઈલ, વોટ્સએપ કે મેસેજ એપમાં થયેલા મેસેજ, પર્સનલ રેકોર્ડસ વગેરેનો સમાવેશ છે. આ ડેટામાં ભારતીયોનો પણ સમાવેશ છે.આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજીએ, તો થોડા સમય અગાઉ ચાઈનીઝ એપ્લીકેશન ટીકટોકે ભારત સહિત વિશ્ર્વભરનાં દેશોમાં ધૂમ મચાવી હતી જોકે, ભારતમાં તો હાલ પ્રતિબંધીત છે. ટીકટોક લોકો માટે તો એક મનોરંજનું માધ્યમ બન્યું હતુ. પરંતુ    આ થકી ચીન પાસે યુઝર્સનાં ખાનગી ડેટા પણ ટ્રાન્સફર થઈ જાય છે.જેમકે, યુઝર્સ કયાં રહે છે, તેનો મોબાઈલ નંબર, એડ્રેસ, તેની પસંદ-નાપસંદ, તેના ફોન, આઈડી પર આવતા મેઈલ-મેસેજ વગેરે.

વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ ભારતમાં વધતા ભારતીયો લોકોની માહિતી પણ ચીન પાસે વધુ શેર થઈ રહી છે. વિશ્ર્વમાં 4.57 બીલીયન લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. જેમાંથી આશરે 31 ટકા લોકો વીપીએનનો ઉપયોગ કરે છે. ભારતમાં 129 બીલીયન લોકો વીપીએન વપરાશકર્તા છે. આનોસીધો મતલબ કે ભારતનાં આ 129 બીલીયન લોકોની માહિતી ચીન પાસે છે. ડેટામાં તો ડ્રેગન મોખરે થયું છે. પરંતુ આનાથી વિશ્ર્વપર ખતરો પણ ઉભો થયો છે. ડ્રેગન તેની સ્વાર્થભરી વૃત્તિ માટે હંમેશા ચર્ચામાં રહ્યું છે. લોકોનાં ખાનગી ડેટાનો ઉપયોગ ચીન કોઈ પણ ક્ષેત્રે કરી શકે છે. ડેટાનો સારો અને નરસો એમ બંને પ્રકારનાં ઉપયોગ થઈ શકે છે, ચીને કરેલી ‘ડેટા’ની આ ખેતી વિશ્ર્વ આખાને જોખમમાં મૂકી શકે છે. આ જોખમમાંથી ભારતે બાકાત થવા પોતાના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક સ્થાપવા પર વધુ ધ્યાન મૂકવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.