જંકફૂડનું ક્રેવીંગ ધરાવતા લોકો માટે આ રીત લાભદાયી ‘જંકફૂડ’ પણ હવે વ્યસનની જેમ આરોગાય છે
વર્તમાન સમયમાં જંકફુડ ‘દૈનિક ફુડ’ નો એક ભાગ બનતુ જાય છે. બાળકોથી લઇને ખાસ કરીને ગૃહિણીઓ અને વડીલો માટે જંકફુડ ‘મોસ્ટ ફેવરીટ’ બનતું જાય છે. ત્યારે જંકફુડના શોખીનો માટે એક રાહતના સમાચાર છે કે, આ રીતે મનભરીને અને પેટ ભરીને જંકફુડ ખાવાથી તે નુકશાન નહીં કરે, જંકફુડનું સેવન કરવામાં સૌથી મોટી ખતરો વજન ચરબી વધવાનો હોય છે, પણ જંકફુડ ખાવાની રીતન ફેરવી નાંખવામાં આવશે તો તેનાથી થતા ગેરલાભથી બચી શકાશે.
સ્વાસ્થ્યની દ્રષ્ટિઅ જંકફુડ ખાવાની ડોકટરો મનાઇ કરતા હોય છે પરંતુ ‘જંડફુડનું ક્રેવિંગ’ એટલે હદે વધારે હોય છે કે બધુ જાણતા હોવા છતાં શોખીનો તેને મૂકી શકતા નથી. તમને પિઝા, પાસ્તા, ફ્રેચ ફ્રાઇઝ અને બર્ગર જેવી ચીજો ખુબ પસંદ હોય તો આ દરેકને ખાવાની રીતને બદલી નાખવામાં આવશે તો પછી તેને ખાઇ લીધા બાદ થનારા નુકશાનની કોઇ ચિંતા નહીં સતાવે, આ સિવાય જો જંકફુડને હોટેલના બદલે ઘેર જ બનાવવામાં આવે તો એક વધુ હાઇજીનીક બની જાય છે.
ઠંડા પીણા સાથે જંકફૂડ ન લેવું
આજે લગભગ દરેક લોકોની આદત છે કે તે જયારે કોઇપણ જંકફુડનો ઓર્ડર કરે છે, ત્યારે તેની સાથે કોલ્ડીંગ, આઇસટી અથવા કોલ્ડી કોફી જેવા ઠંડા પીણાને પણ લે છે જે ન લેવા જોઇએ કારણ કે ઠંડા પીણા સાથે જંકફુડ ખાવાથી તેમાં મોજુદ વસા (ચરબી) અને એકસેસ ફેટ આંતરડામાં ચીપકી જાય છે. ઠંડા પીણાની બદલે સૂપ અથવા હોટ કોફી સાથે જંકફુડ લઇ શકાય છે.
જંકફૂડ સાથે સલાડ લેવું હિતાવહ
જંકફુડની સાથે સલાડનું કોમ્બીનેશન કદાચ ઘણાં લોકોને અટપટુ લાગતું હશે, પણ સ્વાસ્થ્ય માટે તેમજ જંકફુડથી થતાં નુકશાનથી બચવા આ અનિવાર્ય છે. તેથી જંકફુડ ખાવાની સાથે એક પ્લેટ સલાડ જરુર ખાવું જોઇએ જેમ કે ટમેટા, કાકડી, ડુંગળી, કોબી વગેરે પર મરીનો ભૂકો અને નમક ભભરાવીને ખાવાથી સ્વાદિષ્ટ પણ લાગશે અને જંકફુડનું નુકશાન પણ નહીં થાય તેમજ સલાડમાંથી મળતુ ફાઇબર જંકફુડને પચાવવામાં મદદ કરશે.