આજના સમયમાં મોટાભાગે ઘરમાં લોકો ડાયનિંગ ટેબલ કે ખુરશી વગેરે પર બેસીને જમતા હોય છે. પરંતુ તમે વારંવાર ઘરના વૃધ્ધ લોકોને કહેતા સાંભળ્યા હશે કે અમે તો અમારા સમયમાં જમીન પર બેસીને જ જમતાં હતા, અને તેની જે મજા આવતી તે વાત જ સાવ અલગ હતી. તમે પણ ક્યારેક કોઇ પ્રસંગમાં જમીન પર બેસીને જમ્યા હશો, પરંતુ તેને રોજની આદત નહીં બનાી હોય, ખરું ને ?
આમ તો એમાં તમારો પણ વાંક નથી. કેમ કે આજના સમયમાં ભાગ્યે જ એવો કોઇ પરિવાર હશે જે જમીન પર બેસીને જમતા હશે. પરંતુ આજે જે ફાયદાઓ અહીં જણાવશું તે વાંચી કદાચ તમે પણ જમીન પર બેસીને જમવાની આદત કેળવી નાખશો.
જમવાનું લિમિટમાં રહે છે…..
જ્યારે તમે જમીન પર બેસીને જમવા માટે બેસો છો ત્યારે તમારા પગ અને પેટની સ્થિતિ એવી રહે છે કે જેથી તમને ઓછા ભોજનમાં જ પેટ ભરાઇ જવાનો અનુભવ થાય છે આથી તમે વધુ જમવાથી બચી શકો છો.
– પાચન ઠીક રહે છે.
જમીન પર બેસીને જમવાથી પાચનપ્રક્રિયા પણ ઘણાં અંશે સુધરી જાય છે.
– વજન કંટ્રોલમાં રહે છે.
જ્યારે તમે પલાડી લગાવી જમીન પર જમવા બેસો છે ત્યારે તમે સારી રીતે જમવામાં ધ્યાન આપી શકો છે અને તેનાથી વજન નિયંત્રણમાં રહી શકે છે.
-હદયને મજબુત બનાવે છે.
જ્યારે તમે જમીન પર જમવા બેસો છો ત્યારે લોહીનો પ્રવાહ સારી ગતિએ હોય છે અને એના કારણે હદ્ય, તથા પાચન ક્રિયામાં મદદરુપ અંગો સુધી લોહી સરળતાથી પહોંચે છે. જ્યારે ડાયનિંગ ટેબલ પર જમવા બેસવાની સ્થિતિ રક્તપ્રવાહની વિરુધ્ધની હોય છે.
– ઉંમર વધે છે.
જમીન પર બેસીને જમવાથી ઉંમર વધે છે કેમ કે જમીન પર બેસવાથી તમે જે મુદ્રામાં જમતા હોય છો તેને સુખાસન કહેવાય છે અને જ્યારે તમે રોજ સુખાસન કરો છો તો તમારું શરીર લચીલું બને છે તથા તમે વગર કોઇ સહારાએ ઉભા થઇ અને બેસી શકો છે.
– પેટના સ્નાયુઓ, સરળ રીતે કામ કરી શકે છે.
જ્યારે તમે જમીન પર બેસીને જમવા બેસો છો ત્યારે ખોરાકના ટુકડાને મોંમા લેવા માટે તમે આગળની તરફ વળો છો જેનાથી પેટનાં સ્નાયુઓ કાર્યરત રહે છે.
– શરીરની મુદ્રા સરખી રહે છે.
જો તમે પદ્માસન કે સુખાસનની સ્થિતિમાં જમીન પર બેસીને જમવા બેસશો તો તમારા શરીરની સ્થિતિ સરખી થાશે. શરીરમાં લચીલાપણું આવશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
જો આવા ઉપરોક્ત ફાયદાઓ જાણીને તમે પોતે આ ટેવ કેળવશો તો થોડાં સમયમાં તમને પોતાને જ આ ફાયદાઓ નજરમાં આવશે.