ઘણાં લોકોનું એવું માનવું છે કે જો પંખાને ધીમો ચલાવવામાં આવે તો લાઈટ બિલ ઓછું આવે છે. જ્યારે તેનાથી ઉંધુ તેને સ્પીડમાં ચલાવવામાં આવે તો લાઈટબિલ વધારે આવે છે. ચાલો જાણીએ, તેની પાછળ શું છે હકીકત.
પંખાની સ્પીડ શું હશે, તેને લઈને ઘરમાં ખૂબ જ વિવાદ થતા રહે છે. હકીકતમાં, કોઈને પંખાની સ્પીડ વધારે રાખીને પંખો ચલાવવાની આદત હોય છે અને કોઈને પંખાની સ્પીડ ધીમી રાખવાની આદત હોય છે. જોકે, આજે અમે તમને જણાવીશું કે તેનાથી વીજળીના ખર્ચ પર કેટલી અસર પડે છે.
ઘણાં લોકો એવું વિચારે છે કે પંખો જેટલી સ્પીડમાં ચાલે છે તેટલી જ વધારે વીજળી ખર્ચ થાય છે. પરંતુ, શું ખરેખર તે સાચું છે.
હકીકતમાં, પંખામાં એકથી લઈને પાંચ સુધીની સ્પીડ પર ચાલે છે. તેમાં એક નંબર પર સૌથી ધીમો ચાલે છે અને પાંચ નંબર પર સૌથી વધારે. હવે સવાલ ઉભો થાય છે કે પંખાની સ્પીડ વીજળીને પ્રભાવિત કરી શકે છે કે નહીં.
એક્સપર્ટનું માનવું છે કે એવું રેગ્યુલેટરના પ્રકાર પર નિર્ભર કરે છે. જો તમારુ રેગ્યુલેટર ઈલેક્ટ્રિક રેગ્યુલેટર છે તો ફાયરિંગ એન્ગલને ચેન્જ કરીને કરંટના પ્રવાહને કંટ્રોલ કરી દે છે. તેનાથી કરંટનો ખર્ચ ઓછો થાય છે અને વીજળીનો ખર્ચ પણ બચે છે.
વળી, જૂના રેગ્યુલેટર પંખાને સપ્લાઈ કરનારા વોલ્ટેજને ઘટાડીને તેની સ્પીડ તો ઓછી કરી દે છે. પરંતુ, તેનાતી વીજળીની બચત નથી થઈ શકતી. એવું એટલે કારણકે તે રેગ્યુલેટર પ્રતિરોધકના રુપે કામ કર છે અને તેમાં એટલી જ વીજળીનો ઉપયોગ થાય છે.