બાળકનું નામકરણ કરતાં પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે…!!!
બાળકનું નામ એટ્લે તમારા આવનાર ભવિષયનું નામ. અને તે નામ રાખવા માટે તમે અનેક વ્યક્તિઓની સલાહ પણ લેતા હોવ છો, એ ઉપરાંત જ્યારે પણ નવજાત શિશુનો જન્મ થાય ત્યારે તમે પણ એટલા જ હરખથી તેનું નામ શોધવા લાગો છો તેવા સમયે અનેક ભૂલો થતી હોય છે જેના કારણે બાળક મોટું થાય ત્યારે પોતાના નામને લઈને પસ્તાવો પણ કરે છે અથવાતો નામના કારણે તે મજકનો વિષય બની જતું હોય છે. તો એવી કેટલીક ભૂલ વિષે અહી વાત કરીશું.
જગ્યાના નામ પરથી નામ રાખવું…??
જગ્યાના નામ પરથી નામ ન રાખવું જોઈએ તેવું કરવાથી બાળકને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.
બોલવામાં અઘરું થાય તેવું નામ રાખવું…???
બાળકનું નામ અઘરા ઉચ્ચારણ વાળું રાખવાથી લોકોને બોલવામાં નથી ફાવતું અને નામના અર્થનો અનર્થ થયી જાય છે. આ ઉપરાંત એવું અઘરું નામ બાળક પણ અન્યો સામે બોલતા શરમાય છે. એટ્લે સરળ અને સામાન્ય નામરખવું જ હિતાવહ છે.
નામનો અર્થ શું છે..??
બાળકનું નામકરાં કરવા સમયે એ ધ્યાન રાખવું જરૂરી છે કે જે નામ રાખો છો તેનો માર્મિક અર્થ નીકળતો હોય અને જ્યારે લોકો તેના નામનો અર્થ જાણે તો વખાણ કરે નહીં કે તેની મજાક ઉડાવે.
હાસ્યાસ્પદ નામ કેવું લાગે..???
તમારા વ્હાલસોયા દીકરા કે દીકરીનું નામ એવું ના રાખવું જોઈએ કે તે બોલતાની સાથે જ હાસ્યાસ્પદ બની રહે.
દેવી દેવતાઓના નામ કેટલા યોગ્ય..???
દેવી દેવતાઓના નામ લોકોની ધાર્મિક લાગણીઓ સાથે સંકળાયેલા હોય છે. અને ગમે ત્યારે જો બાળકનું નામ લેવામાં આવે અને એમાં પણ તે નામ બગાડવામાં આવે તો બાળકની લાગણી અને અન્યોની લાગણીઓ દુભાય છે.
ખ્યાતનામ લોકોના નામ પર નામ રાખવું…???
વ્યક્તિ પોતાના નામ પરથી મહાન નથી બનતો પરંતુ પોતાના કર્મથી મહાન બને છે. અને એટ્લે જ જ્યારે પણ તમારા બાળકનું નામ કોઈ મહાન વ્યક્તિ પરથી રાખો ત્યારે તે પણ તેવો જ કે તેવી જ બનશે તેવું વિચરવું એ યોગ્ય નથી.
ઘરના વ્યક્તિના નામ પરથી નામ રાખવું..??
એ વાત સત્ય છે કે તમને તમારા વડીલો પ્રત્યે માન છે અને અને તેની યાદમાં તમાર સંતાનને પણ તેનું જ નામ આપવા ઈચ્છો છો, આવું કરવામાં કોઈ પ્રશ્ન જ નથી પરંતુ જો એ વડીલનું નામ જૂના જમણા જેવુ હશે તો બાળકને આગળ જતાં પ્રશોનો સામનો કરવાનો વારો આવે છે.
લાંબુ નામ રાખવું જોઈએ કે નહીં…???
જે બાળકનું નામ લાંબુ હોય છે અને વધુ જોડિયા અક્ષરોવડું હોય છે તો તેના ઉચ્ચારણમાં મુશ્કેલી આવે છે, એટ્લે જ 2-3 અક્ષર વાળું નામ રાખવું જોઈએ.