લાંબા સમય સુધી તમે એક જ જગ્યાઓ બેસીને કામ કરી રહ્યા હો તો સાવધાન થઇ જજો કારણ કે તમને પણ થઇ શકે છે આ બીમારી સતત એક જ જગ્યાએ બેસી રહેવાથી તમને સ્યોન્ડિલાઇટિસ જેવી બીમારી થઇ શકે છે. આ બીમારી ૧૦માંથી ૭ લોકોમાં જોવા મળે છે.

સ્યોન્ડિલાઇટિસ શું છે?

આ બીમારી કરોડરજ્જુને રીલેટેડ છે. આ બીમારીનો મતલબ થાય છે કે કરોડરજ્જુમાં સોજા આવવો.

જો તમે સતત ઉભા રહેતા હો અથવા તો બેસી રહેતા હો અથવા સુતા સમયે છીંક ખાતા સમયે તમને અચાનક કમરમાં દુખાવો થતો હોય તો તમને આ બીમારી છે.

જો રાતના સમયે સુતા બાદ ઉઠ્યા બાદ તમને ગરદન ઝુકવામાં તકલીફ થતી હોય તો તમને આ બીમારી હોય શકે.

જો તમને ગરદનમાં સતત દુખાવો રહેતો હોય અથવા તો માથાના પાછળના ભાગમાં દુખાવો રહેતો હોય તો તે આ બીમારીના સંકેત છે.

આ બીમારીથી લાંબા સમય સુધી મસલ્સમાં દર્દ રહે છે.

તો આ બીમારી થતી બચવા થોડા-થોડા સમયે ચલાવુ અથવા તો ઉભા થતા રહેવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.