શું તમે હમેંશા તમારા મોબાઇલ ફોનમાં બ્લુટુથ અને વાઇફાઇ હમેંશા ઓન રાખો છો અથવા તો તેને ચાલુ કરીને બંધ કરવાનું ભુલી જાવ છો? તો તમે તમારી આદતને સુધારી લો નહી તો તમારે ઘણી મોટી કિંમત ચુકવવી પડશે. એવું પણ બની શકે છે કે બ્લુટુથ અને વાઇફાઇના લીધે તમારા બેક અકાઉન્ટ ખાલી થઇ શકે છે.
રીસર્ચ ફર્મ અર્મીસ પ્રમાણે બ્લુટુથ, વાઇફાઇ જેવા ડિજીટલ એડ્રેસ હમેંશા ચાલુ રાખવા જોખીમ છે. તેના કારણે બ્લુ બોર્ન મેલવેપર તમારા મોબાઇલમાં આવી શકે છે. આ વાયરસ તમારા મોબાઇલ અને તેની સીસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે.
આ વાયરસ તમારા મોબાઇલમાં બ્લુટુથ, વાઇફાઇ ઓન હોય તો આવી શકે છે. ત્યાર બાદ હેકર્સ સીધા તમારા મોબાઇલથી કનેક્ટ થઇને તમારા પર્સનલ ડેટાને હેક પણ કરી શકે છે.
આ વાયરસ તમારા ફોનમાં આવવાથી તમારો સ્માર્ટફોન, બ્લુટુથ, વાઇફાઇ અને તમારા ફોનની સીસ્ટમ બધાને ઇફેક્ટ કરે છે.
આ વાયરસના ઉપયોગથ હેકર્સ તમારા બેંક ખાતાની પસર્નલ જાણકારીઓને પણ આસાનીથી જાણી શકે છે. એક સંશોધન પ્રમાણે ૫.૩ બીલીયન ડિવાઇસ આ વાયરસને લઇને સંવેદનશીલ છે.