નીચેની માહિતી દ્વારા જાણો માસિકસ્ત્રાવ દરમિયાન પેટના અને કમરના દુખાવામાં કેવી રીતે રાહત મેળવી શકાય:
સ્ત્રીઓ જે આપણાં સમાજનો અભિન્ન અંગ ગણાય છે. તેમણે દિવસ દરમિયાન ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્ત્રીઓ માટેની મોટી મુશ્કેલી છે જેનો સામનો તેમને દર મહિને કરવો પડે છે તે છે માસિકસ્રાવ. પિરિયડ્સમાં સામાન્ય રીતે મહિલાઓને ઘણી પ્રકારની અલગ અલગ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેમાં ખાસ ફરિયાદ રહેતી હોય છે પેટ અને કમર દુખાવાની. જેને આરોગવામાં આવતા ખોરાક ઘણી અસર કરે છે. કેવો ખોરાક લેવો જોઈએ એ વિશે તો ઘણું જાણ્યું પણ આજે આપણે જાણીશું કે પીરિયડ્સ દરમિયાન કેવો ખોરાક લેવાથી બચવું જોઈએ કે જેથી કરીને પિરિયડ્સ પેઇનમાં રાહત મળી શકે છે.
૧.ખારો ખોરાક (સોલ્ટી ફૂડ):
જ્યારે મહિલાઓ માસિકસ્રાવમાં હોય ત્યારે તેમણે સોલ્ટી ફૂડ ખાવાનું ટાળવું જોઇએ જેમ કે ચીપ્સ, નમકિન્સ વગેરે જેવા ખોરાક ખાવાનું ટાળો. કારણ કે તેમાં વધુ પ્રમાણમાં સોડિયમ હોય છે જે પિરિયડ્સ દરમિયાન પ્રિમેન્સ્યુરલ સિન્ડ્રોમ (પીએમએસ) ( મૂડ સ્વિંગ) વગેરે લક્ષણો વધારી શકે છે. જેનાથી પેટ દર્દ વધી શકે છે.
2. રિફાઇન્ડ લોટ (મેંદો):
જો તમને પીઝા, પાસ્તા, વ્હાઈટ બ્રેડ અને પરાઠા ગમે છે, તો પણ પીરિયડ્સ દરમ્યાન આવો ખોરાક ખાવો જોઈએ નહિ કારણ કે પિરિયડ્સ દરમિયાન મેંદાના સેવનથી પેટમાં કબજિયાત અને ગેસ થઈ શકે છે. જેનાથી અપચાની સમસ્યા પણ થાય છે. તેથી સફેદ ચોખા અને મેંદા જેવી વસ્તુઓ પિરિયડ્સ દરમિયાન ટાળવી જોઈએ.
૩.વધુ મીઠાશવાળી વસ્તુઓ ખાવાનું ટાળો :
પિરિયડ્સ દરમિયાન વધુ પડતી મીઠાશ વાળી વસ્તુઓના સેવનથી પેટમાં ખેંચાણ થાય છે અને દુખાવાની તીવ્રતામાં વધારો થાય છે જેના કારણે આપણે વધુ થાક અનુભવીએ છીએ. તેથી ખાંડ અને તેના દ્વારા બનેલી વસ્તુઓ પિરિયડ્સ સમયે ખાવાનું ટાળવું જોઈએ.
૪.તળેલું ખોરાક :
જ્યારે તમે પીરિયડ્સમાં છો ત્યારે ડીપ-ફ્રાઇડ ખોરાક જેવા કે ભજીયા,પકોડા અને ફ્રેન્ચ ફ્રાઈસથી જેવા ખોરાકને ટાળવું જોઈએ. નોનવેજ, ડેરી ઉત્પાદનો જેવા ભારે ખોરાકનું સેવન પણ ટાળવું જોઈએ. જે શરીરમાં ચરબી વધારે છે. પીરિયડ્સમાં વધુ પડતાં ચરબી યુક્ત ખોરાક ખાવાથી ખેંચાણ, પીઠનો દુખાવો વગેરે જેવી મુશ્કેલીઓ થાય છે.
5.કોફી અને ચા વધુ પડતું સેવન ટાળો:
કોફી અને ચામાં કેફીન રહેલું હોય છે. જેનાથી શરીરમાં ખેંચાણ અને નબળાઈ પણ આવી શકે છે. પીરિયડ દરમિયાન દૂધથી બનેલી વસ્તુઓનું સેવન પણ મર્યાદિત કરવું જોઈએ. જેમ કે દૂધ વગરની કાળી કોફી અથવા બ્લેક ટી લો. અથવા તો હર્બલ ટી પીવી જોઈએ.
6.આલ્કોહોલ :
કેટલાક અભ્યાસો સૂચવે છે કે આલ્કોહોલના વપરાશનું ઉચ્ચ સ્તર આપણા શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધારે છે જે ગંભીર પીએમએસ ( મૂડ સ્વિંગ વગેરે લક્ષણો)ને દોરી જશે.
૭.ઠંડા પીણા:
જો તમે પીરિયડ્સ પેઈનથી પીડાતા હો તો કાર્બોરેટેડ પીણું ટાળો કારણ કે તેમાં વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરવામાં આવે છે અને ખાંડના સેવનથી પેટમાં ખેંચાણની સમસ્યા વધે છે જે પીરિયડ્સ પેઈનમાં વધારો કરે છે.
8. પ્રોસેસ્ડ ફૂડ :
જો તમે દિવસ દરમિયાન દરેક ભોજન સાથે અથાણું ખાવ છો, તો ટાળો. કારણ કે પીરિયડ્સ દરમિયાન અથાણાં, ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પાપડ, તૈયાર અને ફ્રોઝન ખોરાક જેવા પ્રોસેસ્ડ ફૂડથી હોર્મોન્સમાં વધઘટ થાય છે.