રાજકોટ મહાનગરપાલિકા દ્વારા MIG – ૧૨૬૮ આવાસોના બાંધકામની કામગીરી હાલ ચાલુ છે. આ આવાસની કિંમત રૂ. ૨૪ લાખ રાખવામાં આવેલ. આ MIG આવાસના ફોર્મ સ્થાનિક પરિસ્થિતિ તથા કોવિડ-૧૯ ના કારણે લોકો દ્વારા ૨૪ લાખ પ્રતિ આવાસની કિંમતથી ખરીદવા માટે યોગ્ય પ્રતિસાદ મળેલ ન હતો. જે ધ્યાનમાં રાખી ગત તા.૦૭ માર્ચના રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રતિ આવાસની કિંમત રૂ. ૧૮ લાખ રાખવાનું મંજુર કરવામાં આવેલ છે અને રૂ. ૬ લાખ જેટલો ઘટાડો કરવામાં આવેલ છે.
આ નિર્ણય બાદ MIG પ્રકારના ૧૨૬૮ આવાસો પૈકી હાલ ખાલી રહેલ ૭૬૯ આવાસ અને ભવિષ્યમાં ખાલી પડનાર આવાસ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર્મ વિતરણ તા.૨૧/૦૪/૨૦૨૨ થી ૧૬/૦૫/૨૦૨૨ સુધીની મુદત આપવામાં આવેલ. ઉક્ત મુદત દરમ્યાન ૪૪૭૬ અરજદારો દ્વારા ફોર્મ મેળવવામાં આવેલ. જ્યારે ગઈકાલ સુધીમાં ૭૪૨ લાભાર્થીઓ દ્વારા ફોર્મ પરત આવેલ છે.
જે લોકોએ ફોર્મ ઉપાડેલ છે તેઓ કોઈ કારણોસર ફોર્મ પરત આપી શકેલ ન હોય તેવા લાભાર્થીઓ ફોર્મ પરત આપી શકે અને નવા લાભાર્થીઓ પણ ફોર્મ મેળવી શકે તેવા હેતુથી વિશેષ મુદત વધારો આપવાનું એટલે કે તા.૧૭/૦૫/૨૦૨૨ થી તા.૩૧/૦૫/૨૦૨૨ સુધી લાભાર્થી ફોર્મ મેળવી શકશે અને પરત આપી શકશે.
આવાસ યોજનાના ફોર્મ શહેરની ICICI બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.૧૦૦ રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.૫૦ આપવાની રહેશે.
• MIGનાં આવાસની કિંમત રૂ.૧૮ લાખ અને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.
• કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.૬.૦૦ લાખ થી રૂ.૭.૫૦ લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.
MIG પ્રકારના આવાસમાં અંદાજીત ૬૦.૦૦ ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, એટેચ ટોયલેટ, કોમન ટોયલેટ, સ્ટેન્ડિંગ બાલ્કની, સાથે સુવિધા આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાની WWW.RMC.GOV.IN વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.