વિટામીન-ડીની ખામી નજરઅંદાજ કરવી મતલબ મોટી બિમારીને આામંત્રણ

સ્વસ્થ શરીર માટે વિટામિન, ખનીજ દ્રવ્યો જેવા અનેક તત્વોની જરૂર રહે છે. જો એક પણ તત્વની ઉણપ હોય તો મોટી બીમારીમાં સપડાઈ શકીએ છીએ. એમાં પણ અત્યારે તમામ પ્રકારના વિટામિનમાંથી જો સૌથી વધુ વિટામિનની ઉણપ સર્જાતી હોય તો તે છે વિટામિન ડી. કારણ કે આ એક માત્ર એવું વિટામિન છે જે આપણને બાહ્ય રીતે મળે છે. એટલે કે આપણા શરીરમાં ઉત્પન થતું નથી. વિટામીન-ડીનો સૌથી મોટો અને મુખ્ય સ્ત્રોત સૌર ઊર્જા ગણાય છે. એટલે જ તેને સનશાઈન વિટામિન પણ કહેવાય છે.

વિટામિન ડી આપણને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેની ઉણપ ઓછી રોગપ્રતિકારક શક્તિ, સ્થૂળતા એટલે કે વજનમાં સતત વધારો, લીવર અને કિડનીની સમસ્યા, સાંધાનો દુ:ખાવો, આળસવૃતી, તેમજ મૂડ સ્વીનગ એટલે કે વાત વાતમાં મિઝાઝ બગડવો જેવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન ડીની ઉણપથી ખાસ બાળકોને થતો રોગ પરિકેટ્સથ કે જે હાડકાંની બીમારી છે.

વર્ષોથી, પોષક તત્વો તરીકે વિટામિન ડીનું મહત્વ રહ્યું છે અને  આપણે જાણીએ છીએ કે તે આપણા હાડકાંને સ્વસ્થ રાખવામાં, ચિંતા ઘટાડવા અને એકંદર રોગ પ્રતિરક્ષા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.વિટામિન ડીની ઉણપ તમારા હાડકાને નબળા બનાવી શકે છે અને વિકૃતિ તરફ દોરી શકે છે. આ ઉપરાંત વાળ ખરવા, સ્નાયુઓની નબળાઇ અને સુસ્તી પણ આવી શકે છે. એન્ડોક્રાઇન સોસાયટીના જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડોક્રિનોલોજી અને મેટાબોલિઝમમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં એ પણ ખુલાસો થયો છે કે વિટામિન ડીની ઉણપ ન ધરાવતા લોકોને કોરોનાનો ખતરો ઓછો છે.

વિટામિન ડીની ઉણપના લક્ષણો

(1) સ્થૂળતા: મેદસ્વી લોકોમાં વિટામિન ડીની ઉણપ રહેવાની શક્યતા વધારે છે. કારણ કે ચરબીના કોષો વિટામિન ડીને શરીરમાં છોડતા અટકાવે છે. આમ વજન સતત વધતું જાય છે.

(2) યકૃત અને કિડનીની સમસ્યાઓ: કિડની અને લીવરને લગતા રોગોનો સંકેત હોઈ શકે છે કે તમને પણ  વિટામિન ડીની ઉણપ છે.  શરીર માટે પોષણ અને ઊર્જાના સ્ત્રોતમાં રૂપાંતરિત થવા માટે તે પૂરતું નથી.

(3) સ્નાયુ અને હાડકામાં દુખાવો: હાડકાં અને સ્નાયુઓમાં નબળાઇ અને દુખાવો, સાંધામાં વિકૃતિ અને લાંબી પીઠનો દુખાવો વિટામિન ડીના સામાન્ય લક્ષણો હોઈ શકે છે.

(4) સુસ્તી: જો તમે તંદુરસ્ત છો, સારી રીતે આરામ પણ કરો છો છતાં પણ વારંવાર આળસ અને થાક અનુભવો છો, તો તે વિટામિન ડીની ઉણપ હોય શકે છે.

(5) મૂડ સ્વિંગ: શરીરમાં વિટામિન ડીનું ઓછું સ્તર તણાવ અને અસ્વસ્થતા તરફ દોરી શકે છે, જે વારંવાર મૂડમાં ફેરફાર કરી છે.

વિટામિન ડી વધારવા શું કરવું…??

વિટામિન ડીને વધારવા માટે વિટામિન ડી સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય છે, ખાસ કરીને શાકાહારી હોવ તો આ ટેબ્લેટ કામ આવી શકે છે. આ ઉપરાંત વધુ ને વધુ સવારનો આછો તડકો લેવાથી વિટામિન ડી ભરપૂર માત્રામાં મળે છે. આ ઉપરાંત એવોકેડો, બદામ અને બીજ જેવા ચરબીવાળા ખોરાક ખાસ કરીને તમારા લોહીના પ્રવાહમાં વિટામિન ડીનું શોષણ વધારવામાં મદદરૂપ થાય છે.ઈંડા, માછલી જેવા ખોરાક માંથી ભરપૂર માત્રામાં વિટામિન ડી મળી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.