આપણે ઘણાં લોકોને ગમે ત્યારે મળીએ એ લોકો નખ ચાવતા દેખાય છે. એમાના ઘણા લોકો માત્ર મુશ્કેલીમાં હોય ત્યારે જ આવું કરે છે. પરંતુ અમુક લોકોને નાખ ચાવવાની ટેવ પડી ગઈ હોય. નાનપણથી જ આપણે સાંભળતા આવ્યા છીએ કે નખ ચાવવા ખરાબ આદત છે, પરંતુ કોઇએ એ ન જણાવ્યું કે તેના શું ગંભીર પરિણામ આવી શકે છે.
યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના સંશોધકોએ શોધી કાઢ્યું કે, ‘નખ ચાવવા એ ખરાબ ટેવ હોવાની સાથે જ માનસિક વિકાર પણ છે. આ ધૂમ્રપાન જેવી લત છે. જેમ સ્મેકિંગની ટેવ છુટતી નથી, તેમ ઘણાં લોકો નખ ચાવવાની ટેવ છોડી શકતા નથી.’
આ એક પ્રકારનો મેન્ટલ ડિસોર્ડર છે.’ કહેવાય છે કે નખ ચાવવાને લીધે ઘણીવાર વ્યક્તિની આંગળીમાં ઇન્ફેક્શન થવા લાગે છે. આવી ઇન્ફેક્ટેડ આંગળીઓ ચાવવાને લીધે બેક્ટેરિયા પણ પેટમાં જાય છે અને ઝાડા-ઉલટી, શરદી, ભૂખ ના લાગવી અને ફંગલ ઇન્ફેક્શન જેવી તકલીફો થવા લાગે છે.
નખ ચાવવા એક એવી આદત છે કે જેને સમય પર રોકવામાં ન આવે તો તે રુટીનમાં સામેલ થઇ જતી હોય છે. આપણને ખ્યાલ પણ નથી રહેતો કે ક્યારે આપણને નખ ચાવવાની આદત પડી જાય છે. દુનિયાભરની 30 ટકા વસ્તી નખ ચાવવાની આદતથી ત્રસ્ત છે.
નખ ચાવવાની આદતથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઇ જાય છે. જેનાથી ચહેરા પર રેડનેસ, સોજો વગેરે થઇ શકે છે. ઘણી વાર તો નખની નીચેના હિસ્સામાં પરુ પણ થઇ જાય છે. ત્યાં ખુબ જ દુખે છે.
જ્યારે આપણે મોઢાની અંદર નખ લઇ જઇએ છીએ ત્યારે ઘણા બેક્ટેરિયા શરીરમાં જઇને આઉટ ઓફ કંટ્રોલ થઇ જાય છે. ત્યાર બાદમાં તે હાથ પગના જોઇન્ટ પ્રભાવિત કરે છે. તેને સેપ્ટિક અર્થરાઇટિસ પણ કહેવામાં આવે છે જેનો ઇલાજ આસાન નથી.