હાલ થોડા દિવસ થી વાતાવરણમાં દિવસે ને દિવસે બદલાવ આવી રહ્યો છે ત્યારે બદલાતી સિઝનમાં મોટાભાગના લોકોને વાયરલ ઈન્ફેક્શન, શરદી કે રોગપ્રતિકારક ઓછી હોવાને કારણે વારંવાર તાવ આવી જતો હોય છે અથવા તો શરીરમાં ઝીણો તાવ રહેવા લાગે છે. જેને કંટ્રોલ કરવા માટે રસોડામાં રહેલાં ઉપાયો અજમાવવામાં જ ભલાઈ છે.
- રોજ સવારે નવશેકુ પાણી પીવાથી શરીરના હાનીકારક તત્વો બહાર નીકળી જશે અને તાવ દૂર થશે.
- ૫-૬ લસણની કળી ઘી મા શેકી સિંધાલૂણ મીઠુ નાખીને ખાવાથી તાવ દૂર શકે છે.
- સવાર-સાંજ ડુંગળીનો રસ પીવાથી તાવ ઊતરી જશે.
- તુલસી, જેઠીમધ, મધ અને ખાંડ પાણીમાં ઊકાળીને પીવાથી તાવ-શરદી દૂર થાય છે.
- સૂર્યમુખી ના પાન અને તુલસીનો રસ પીવાથી ટાઈફોઈડ ના તાવમા રાહત જણાશે.
- ૨-૩ લસણની કળીને એક કપ પાણીમા ઊકાળી તેને ગાળીને પીવાથી શરદીને કારણે આવે છે. આદૂ અને ફૂદીનાનો ઊકાળો બનાવી તાવમાં જલ્દી સુધારો જોવા મળશે.