ચા પી લીધા બાદ તુરંત પાણી પીવાની ઘણાંને આદત હોય છે. ચા પીધા બાદ પાણી પીવાની ટેવ સ્વાસ્થ્ય માટે અયોગ્ય છે. ગરમ ‘ચા’ અને ઠંડા પાણીનું ‘કોમ્બીનેશન’ દાંત સિવાય પેટ માટે પણ નુકશાનદાયક છે. ભારતમાં ‘ચા’ની અગત્યતા પાણી સમાન જ છે. જેમ લોકો પાણી પીવે છે. તેમ જ ‘ચા’ પણ પરંતુ આ વાત પર ઘ્યાનમાં લેવી જોઇએ કે ચા પીધા બાદ પાપી પીવાથી આરોગ્યને નુકશાન થાય છે. તબીબોના મતે વધુ પડતું ‘ચા’નું સેવન કરવું નુકશાન દાયી છે. ‘ચા’ માં એકા તત્વો હોય છે જેને પીવાથી ‘પેશાબ’ ની સમસ્યા વધી જાય છે. સામાન્યથી વધારે વખત પેશાબ જવું પડે છે. તેમજ ગરમ ચા પછી ઠંડુ પાણી પીવાથી દાંતને નુકશાન કરે છે.
‘ચા’ પીધા બાદ તરસ શા માટે લાગે છે
ઘણાં લોકોને ‘ચાય’ પીધા બાદ તરસ લાગે છે તેનું કારણ છે કે ચામાંથી મળતા કૈફીન નામનું તત્વ ‘ચા’ પીધા બાદ તરસ વધારે છે. ‘ચા’ ના એક કપમાં લગભગ પ૦ એમ.એલ. કૈફીન હોય છે. જે એક ડાઇયુરેટીકની જેમ કાર્ય કરે છે. જેના કારણે પેશાબ વધારે જવું પડે છે. ડાઇયુરેસિસના કારણે શરીરમાં પાણીની ઉણપ વધારે છે.
ચા પી પીધા બાદ પાણી પીવાના નુકશાન
ચા બાદ તુરંત પાણી પીવું એ સારી આદત નથી. કારણ કે ચા ગરમ હોય છે. અને પાણી ઠંડુ હોય છે જેથી દાંતની સમસ્યા થાય છે. મોં ના તાપમાનમાં અચાનક બદલાવ થવાથી દાંતોની નસોને તકલીફ પડે છે. ઇનેમલને નુકશાન થવાથી દાંતની સેન્ટિીવીટી વધી જાય છે. જેથી દાંતોની સંવેદનશીલતા વધી જવાનો કારણે દાંતોમાં ઠંડુ-ગરમ લાગવાની તકલીફ થાય છે.
પણ તેનો મતલબ એવો બિલકુલ નથી કે આપણે ચાનું સેવન બંધ કરી દેવું, પરંતુ તેના સ્થાને આપણે તેનું સેવન સીમિત માત્રામાં કરવું જોઇએ, કારણ કે ચાનું સેવન જો સીમિત માત્રામાં કરવામાં આવે તો તેમાંથી મળતા લાભદાયી તત્વો જેવા કે પોલીફેનોલ અને એન્ટી ઓકિસડેન્ટ શરીરને મળતા રહે છે.
ચા પી લીધા બાદ તુરંત જો પાણી પી લેવામાં આવે તો નાકમાંથી લોહી વહેવું એટલે કે નસકોરી ફૂટવાની સમસ્યા સર્જાય છે. ગરમ ચા બાદ તુરંત પાણીની ઠંડક આ બન્નેનું મિશ્રણ થવાથી શરદી-ઉઘરસ અને ગળુ બેસી જવું વગેરે જેવી તકલીફો સર્જાય છે.
ચા પી લીધા બાદ પાણી પીવા કરતા ચા પહેલા પાણી પી લેવું હિતાવક છે. આનાથી પેટની બીમારીઓ દૂર થવામાં મદદ મળે છે. એ સિવાય ઘણા લોકોને ચા પછી ગેસ થવાની સમસ્યા સતાવે છે.
તો ચા પીધા, પહેલા પાણી પીવાથી ગેસ નથી થતો અને એસીડીટી, કેન્સર, અલ્સર જેવી સમસ્યાઓ પણ ઘટે છે. પાણી પેટમાં ના એસિડને ઘટાડવામાં મદદ કરે છે. તેમ છતાં જો પાણી પીવું જ હોય તો ચા બાદ તુરંત પાણી ન પીવું ૩૦ મીનીટ બાદ પીવું જોઇએ, ગરમ ચા અને ઠંડા પાણીનું કોમ્બીનેશન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.
ગરમ ચા બાદ તુરંત ઠંડા પાણીના સેવનથી મોંના તાપમાનમાં અચાનક બદલાવ આવે છે. જેથી દાંતોની નસોને તેમજ ‘ઇનેમલ’ને નુકશાન થાય છે