આજના સમયમાં આ ભાગદોડની જિંદગીમાં લોકોનું જીવન બેઠાડુંપણું બની ગયું છે. જેના લીધે સ્વાસ્થયને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પોતાના શરીરને ફિટ રાખવા માટે લોકો જીમમાં જઈને વર્કઆઉટ કરતાં હોય છે. જેમાં રનિંગ, સ્વિમિંગ જેવી ઘણી એક્ટિવિટી કરે છે. પણ વર્કઆઉટ દરમિયાન મોટાભાગના લોકોને સ્નાયુઓમાં દુખાવો અને જકડાઈ જવાની સમસ્યા થાય છે. હકીકતમાં વર્કઆઉટ પછી હાથ, પગ, ખભા અને કમરના સ્નાયુઓમાં દુખાવો થવો સામાન્ય બાબત છે. જે ખૂબ તીવ્ર વર્કઆઉટને કારણે પેશીઓમાં તિરાડોને કારણે થવા લાગે છે. આ પ્રકારનો દુખાવો મટાડવામાં લગભગ 2 થી 3 દિવસનો સમય લાગે છે. આવી સ્થિતિમાં શરીરનો દુખાવો સામાન્ય છે. પણ આનો અર્થ એ નથી કે તમારે પીડાના ડરથી વર્કઆઉટ કરવાનું બંધ કરી દેવું જોઈએ. જો તમે પણ વર્કઆઉટને કારણે થતા દુખાવાથી પરેશાન છો તો ઘરે જ કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને તમે આ દુખાવાથી રાહત મેળવી શકો છો.
5 આસાન ઉપાય તમને દુખાવામાંથી રાહત આપશે
બોડી મસાજ કરો
વર્કઆઉટ કર્યા પછી શરીરના સ્નાયુઓમાં દુખાવો અને જડતાથી રાહત મેળવવા માટે બોડી મસાજ કરાવી શકો છો. માલિશ કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે અને સ્નાયુઓને આરામ મળે છે. મસાજ માટે તમે સરસવનું તેલ, બદામનું તેલ, ટી ટ્રી તેલનો ઉપયોગ કરી શકો છો.
સ્ટ્રેચિંગ કરો
તમારી વર્કઆઉટ શરૂ કરતા પહેલા અને કર્યા પછી તમારા શરીરને સ્ટ્રેચ કરવાનું ભૂલતા નહીં. સ્ટ્રેચિંગ લવચીકતા વધારે છે અને સ્નાયુ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. વર્કઆઉટ કર્યા પછી સ્ટ્રેચ કરવાથી સ્નાયુઓમાં દુખાવો ઓછો થાય છે. જેના લીધે તમારા શરીરને દુખવામાંથી રાહત મળે છે.
આરોગ્યપ્રદ ખોરાક લો
હેલ્ધી ફૂડનું સેવન કરવાથી શરીરના દુખાવાને દૂર કરવામાં મદદ મળે છે. આ એટલા માટે છે કારણ કે આવા ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબી હોય છે. જે સ્નાયુ પેશીઓના ઝડપી સમારકામ માટે જરૂરી છે. વર્કઆઉટ કર્યા પછી પોષ્ટિક આહાર લેવાથી માંસપેશીઓના નુકસાનને ઠીક કરવામાં મદદ મળે છે. જેના માટે તમારે તમારા આહારમાં સોયાબીન, બદામ, જેવા હેલ્ધી ફૂડનો સમાવેશ કરો.
આઇસ પેકનો ઉપયોગ કરો
ઘણી વખત વધારે પડતી કસરત કરવાથી શરીરના કેટલાક અંગોમાં દુખાવો થાય છે. આ સમસ્યાનો સામનો કરવા માટે તમે આઈસ પેકનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારા શરીરના દુખતા અંગોને રાહત મળે છે.
પાણી પીવાનું રાખો
સારા સ્વાસ્થ્ય માટે પાણી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે વ્યાયામ કરતા હોવ તો વચ્ચે વચ્ચે પાણી પીવાનું રાખો. આમ કરવાથી તમે હાઇડ્રેટેડ રહો છો. આ સિવાય વર્કઆઉટ દરમિયાન તમે ગ્રીન સ્મૂધી અને ફ્રૂટ જ્યુસ પણ પી શકો છો. જેનાથી તમને તમારા શરીરમાં થતાં દુખાવામાથી રાહત મળે છે.
સ્વાસ્થયને લગતી કોઈપણ સમસ્યા પર પ્રયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો.