વરસાદની ઋતુ શરૂ થતાંની સાથે જ આપણને ગરમીથી રાહત મળે છે. પણ આ મોસમમાં સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. આ ઋતુ આવતાં જ આર્થરાઈટીસનો દુખાવો થવા લાગે છે. કારણ કે હવામાન બદલાવાની સાથે જ આપણી પાચનતંત્રની કામ કરવાની રીત પણ બદલાઈ જાય છે. આનાથી માત્ર પાચન સંબંધિત સમસ્યાઓ જ નથી વધતી. પણ જેમ જેમ વરસાદ વધે છે તેમ તેમ લોકોને સાંધામાં દુખાવાની સમસ્યા થાય છે.
આ દુખાવો શરીરના કોઈપણ સાંધા પર થઈ શકે છે અને જેના લીધે હાથ, ઘૂંટણ, હિપ્સ અને કરોડરજ્જુમાં વધુ દુખાવો થાય છે. આર્થરાઈટીસના દુખાવાના ઘણા કારણો છે. જેમ કે ખાવાની ખોટી આદતો, વૃદ્ધાવસ્થા, ઈજા, ઈન્ફેક્શન અને ધૂમ્રપાન વગેરે. જો આ દર્દ તમને ચોમાસામાં વધુ પરેશાન કરે છે. તો આ ઉપાયોથી તમને આ દુખાવામાથી તાત્કાલિક રાહત મળી શકે છે.
આ ઉપાયોથી આર્થરાઈટિસના દુખાવામાંથી રાહત મળશે
નિયમિત કસરત કરો :
આર્થરાઈટિસના દુખાવાથી રાહત મેળવવા માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. આવુ નિયમિત કરવાથી વરસાદ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે. આ સિવાય શરીર પણ ફ્લેક્સિબલ રહેશે. આ માટે ભેજવાળા વાતાવરણમાં વર્કઆઉટ કરવાનું બંધ કરો.
વજનને ઘટાડો :
શરીરનું વજન વધવાથી ઘણી સમસ્યાઓ થાય છે. આર્થરાઈટીસનો દુખાવો આમાં મોટી સમસ્યા છે. આનાથી છુટકારો મેળવવા માટે વધતા વજનને ઓછું કરવું ખૂબ જરૂરી છે. કારણ કે વધુ પડતા દબાણને કારણે આ દુખાવો વધી જાય છે. આવી સ્થિતિમાં પોતાના પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
તમારી ખાવાની આદતોને સ્વસ્થ રાખો
આજના સમયમાં ખાવાની ખોટી આદતો પણ આર્થરાઈટિસના દુખાવાનું એક મોટું કારણ છે. આથી આર્થરાઈટીસના દુખાવામાંથી રાહત મેળવવા માટે હેલ્ધી ખોરાક લેવો ખૂબ જરૂરી છે. આ માટે તમારે ફળો, શાકભાજી, આખા અનાજ અને ઓછી ચરબીવાળા પ્રોટીનને આહારમાં સમાવેશ કરવું સ્વાસ્થય માટે બેસ્ટ છે.
શરીરને હાઇડ્રેટેડ રાખો
પાણી પીવાથી સાંધાઓ લ્યુબ્રિકેટ રહે છે અને તેમને કડક થતા અટકાવે છે. જેના કારણે આર્થરાઈટીસનો દુખાવો ઓછો થાય છે અને ઘણી હદ સુધી તમને રાહત મળે છે.
યોગ કરવાનું રાખો :
આર્થરાઈટિસના દર્દીઓએ સ્ટ્રેસ લેવાનું બંધ કરવું જોઈએ. કારણ કે તણાવથી આર્થરાઈટિસનો દુખાવો વધી શકે છે. તેથી, યોગ, ધ્યાન અથવા ઊંડા શ્વાસ જેવા કેટલાક યોગનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી તમે આર્થરાઈટિસના દુખાવામાં રાહત મેળવી શકો છો.