આપણે નાના હોય ત્યારે રમતા રમતા કેટલીય વાર પડ્યા હધુ કે ભટકાણા હશું જેના નિશાન શરીર પર હજુ સુધી યાદ સ્વરૂપે રહેલા હોય છે પરંતુ એમાની મોટાભાગની ઇજાઓના નિશાન એવી જગ્યાએ હોય છે જેને છુપાવવા મુશ્કેલ થાય છે અને દેખાય તો શરમ આવે છે. અને એમાં પણ ખાસ સ્ત્રીઓને જો ચહેરા પર વજ્ઞનું કઈ નિશાન રહી ગયું હોય તો તે આખા ચહેરાની સુંદરતાને બાગાળે છે, ત્યારે આ જૂના જખમોના નિશાનથી છુટકારો મેળવવા માટે કેટલીક ટિપ્સ તમારા માટે છે …..
લસણ…
વગેલાના રહી ગયેલા નિશાનને કેલોઇડ તરીકે ઓળખવામાં આવે છે. જેને દૂર કરવા માટે લસણની કળી ખૂબ કારગર સાબિત થાય છે. લસણમાં રહેલા તત્વો એ ડાઘને દૂર કરવામાં મદદરૂપ થાય છે જેના માટે તમારે લસણની તાજી કળીઓ લઈને તેને સરખી રીતે ખાંડી જ્યાં નિશાન હોય ત્યાં 15 મિનિટ સુધી લગાવી રાખો ત્યાર બાદ તેને પાણીથી સરખું સાફ કરી મોશ્ચ્રઈઝ ક્રીમ લગાવો. પરંતુ ખાસ ધ્યાન રાખવું કે જો લસણને લગાવ્યા બાદ ચમળી પર બળતરા થાય તો તેને જાજી વાર ના લગાવવું.
મધ…
મધના ગુનો વગેલાના નિશાનને વિરોધી પ્રકૃતિથી દૂર કરવામાં કારગર નિવળ્યા છે. મધને કેલોઇડ્સના ઈલાજ માટે એક સ્ટીરોઈડ અને એન્ટિ મેડિસિન તરીકેનું એક કુદરતી સ્વરૂપ માનવમાં આવ્યું છે. જ્યાં વાગ્યાનુ નિશાન હોય ત્યાં કાચું મધ લગાવી તે ચીકણું થાય ત્યાં સુધી રહેવા દેવાનું અને તે તમારી સ્કિનને અનુરૂપ થાય ત્યાં સુધી દિવસમાં 3-4 વાર લગાળી શકો છો.