અમુક લોકો જીવવા માટે ખાતા હોય છે. તો ઘણાં ખાવા માટે જીવતા હોય છે, ભોજન સારી બાબત છે. પરંતુ જો તમને વારંવાર ભુખ લાગતી હોય તો તે સાધારણ બાબત નથી ભુખ લાગવાથી ચિંતા અને તણાવ વધી જાય છે જેનું કારણ શરીરમાં પાણી, નમક અને કેલેરીઝની કમી છે. જ્યારે શરીરને એનર્જીની જરુર પડે છે. ત્યારે ભુખ લાગે છે તે સામાન્ય છે પરંતુ વારંવાર ભુખ લાગવી સામાન્ય નથી. તો ચાલો જાણીએ કે ક્યા કારણો હોઇ શકે કે જેનાથી તમને આટલ બધુ ભુખ લાગતી હોય.
– અનિંદ્રા :
અપૂર્તિ ઉંઘને લીધે હોર્મોન્સમાં ભુખની તીવ્રતા વધી જતી હોય છે. અપૂર્તિ નિંદ્રાને લીધે દિવસ આખો બગડે છે. અને તમે કશુ કામ કરી શકતા નથી તેથી તમે ભુખ ન હોવા છતા પણ ખાધા રાખતા હોય છો. માટે ઓછામાં ઓછી ૭ થી ૮ કલાકની ઉંઘ લેવી જ જોઇએ.
– ડિહાઇડ્રેશન :
ભુખ લાગવાનું મુખ્ય કારણ છે ડિહાઇડ્રેશન કારણ કે તમારા શરીરને અમુક પ્રકારના તરલ પદાર્થોની જરુરત હોય છે માટે બને તેટલુ પાણી પીવાનો આગ્રહ રાખો.
– તણાવ :
જ્યારે પણ તમે ઇમોશનલ થઇ જાવ છો ચોકલેટ, પેસ્ટ્રી જેવી વસ્તુઓ ખાઇને રડવા માંગતા હોય, માટે તણાવ હોવાથી પણ વધુ ભુખ લાગે છે.
– કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ :
શું તમે ફુલ પેટ જમી લીધુ હોય તો પણ તમે એક બાઇટ ફરીથી કેક ખાવાનો પ્રયાસ કર્યો છે ? તો આવું કરવાથી શુગર લેવલ વધે છે. અને લોહીમાં ફુગાવાને કારણે ભુખ લાગે છે. માટે તમે ગમે તે ખાવા કરતા સફરજન, પિસ્તા, બદામ જેવું ખાઇ શકો છો…
– તમે ઓછુ ફેટ લઇ રહ્યા છો.
અયોગ્ય ભોજન લેવાથી પેટ તો ભરાય જાય છે પરંતુ આમ છતા સંતોષ મળતો નથી અને વધુ ખાવાની ઇચ્છા થાય છે.
આવુ ઓછા ફેટ વાળા ખોરાક લેવાથી પણ થાય છે. માટે ઇંડા, માછલી, ચીઝ, ડાર્ક ચોકલેટ જેવી વસ્તુઓ તમારા માટે ફાયદાકારક છે.
– પ્રોટીનની કમી
પ્રોટીન શરીરમાં ઉર્જાનું પ્રમાણ વધારે છે. પરંતુ જો તમે પ્રોટીન વગરના ખોરાક લેતા હોય તો ભુખ વધી શકે છે. માટે ખાવામાં ઇંડા, મીટ, આછા અનાજ, યોગર્ટ જેવી વસ્તુઓને તમારા ડાયેટ ચાર્ટમાં જોડો……