વ્યક્તિ જ્ઞાની હોય પરંતુ જો તે લોકો સમક્ષ પોતાની વાત કે મત પણ રજૂ ન કરી શકે તો તેનું જ્ઞાન નિર્રક બની જાય છે. આ સમસ્યાથી એવા લોકો પીડાતા હોય છે જેમનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય છે. જો તમારામાં પણ આત્મવિશ્વાસની ખામી હોય તો આ જાણકારી તમને અત્યંત ઉપયોગી સાબિત થશે.
1. નકારાત્મક લોકોથી દુર રહેવું. જીવનમાં સમસ્યાઓ અનેક આવે છે પરંતુ તેનાથી નાસિપાસ ન થવું. અડગ મન સાથે તેનો ઉપાય શોધવા પાછળ મહેનત કરવી અને વિચારોને સકારાત્મક રાખવા.
2. પોતાની દિનચર્યામાં ફેરફાર કરવો અને ચહેરા પર હંમેશા સ્મિત રાખવું.
3. સ્થિતિ કેવી પણ હોય પ્રયત્ન કર્યા વિના ક્યારેય હાર ન માનવી. સારો અને ખરાબ સમય સૌના જીવનમાં આવે છે. આ વિચાર કરી નકારાત્મક વિચારોને મનમાંથી કાઢી નાંખવા.
4. પોતાની જાતને દરેક પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે તૈયાર રાખવી. પોતાના કામ વિશે પુરતી જાણકારી રાખવી, આમ કરવાથી અચાનક કોઈ કામ સામે આવી જશે તો બેબાકળા નહીં બનવું પડે.
5. ખરાબ સમય ચાલતો હોય તો પણ આત્મવિશ્વાસને ડગમગવા ન દેવો. સૌથી શ્રેષ્ઠ ઉપાય છે કે તમે એક યાદી તૈયાર કરો જેમાં તમે મેળવેલી સફળતાઓની નોંધ કરો.