ગુજરાત યોગાસન સ્પોર્ટસ એસોસીએશન આયોજીત રાજયકક્ષાની સ્પર્ધામાં રમતવીરોએ ડંકો બનાવ્યો હતો. જેમાં અલગ અલગ કેટેગરીમાં 18 રમતવીરોની પસંદગી થઇ છે. આ રમતવીરો રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
ભારત સરકારના યુવક સેવા અને ખેલ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત નેશનલ યોગાસન સ્પોર્ટસ ફેડરેશન દ્વારા તા. ર4 થી ર6 દરમિયાન નેશનલ યોગાસન સ્પોર્ટસ ચેમ્પીયન શીપ ગુજરાત રાજયની ટીમનું સિલેકશન ગત તા. 17-3 થી તા. રર-3 દરમ્યાન યોજાયેલી પ્રથમ એવી રાજયની યોગાસન સ્પોર્ટસ ચેમ્પીયનશીપમાં રાજયભરમાં રપ0 જેટલા વિઘાર્થીઓએ તથા યુવાનોએ ભાગ લઇ પોતાનું ઉત્તમ પ્રદર્શન દર્શાવ્યું હતું.
રાષ્ટ્રીય કક્ષાએ આગામી સ્પર્ધામાં રમતવીરો ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કરશે. રમતવીરોના એસો.ના અઘ્યક્ષ ઉદીતભાઇ શેઠ, પેટ્રન ચંદ્રસિંહ ઝાલા (વાઇસ ચાન્સેલર- લકુલીશ યોગ યુનિ) ઉપપ્રમુખ કશ્યપભાઇ જાની, મંત્રી ઉમંગભાઇ ડોન, ટેકનીકલ ડાયરેકટર મેઘનાબા ઝાલા તથા નમ્રતા વર્માએ અભિનંદન આપ્યા હતા.
સબુજુનીયર (ભાઇઓ)માં કરણ આશિષ જોશી (સુરત), પ્રથમ વિરલભાઇ મિસ્ત્રી (સુરત), કુશ ભરતભાઇ રબડીયા (રાજકોટ), સબજુનીયર (બહેનોમાં) પ્રાચી પ્રકાશચંદ્ર સોમાની (નવસારી), એશા શાહ (સુરત), હારત્રી નૈનન મહેતા (અમદાવાદ) પસંદ થયા છે.
જુનીયર (ભાઇઓ) ધ્રુવીલ પિયુષભાઇ શર્મા (અમદાવાદ), સાહીલ નિલેશભાઇ વાઘેલા (સુરત), વિકાસ ગાંડુભાઇ રંગાણી (રાજકોટ) તથા જુનીયર (બહેનોમાં) નેહા પ્રમોદભાઇ નિમાવત (રાજકોટ), ઘ્વની જયેશકુમાર રાણા (આણંદ), કાદંબરી સંદિપભાઇ ઉપાઘ્યાય (રાજકોટ)
સીનીયર (ભાઇઓમાં) પ્રતિક બાલુભાઇ મેવાડા (સુરત), સ્મિત રમેશભાઇ સોની (અમદાવાદ), લાલસંગજી જયંતજી ઠાકોર (સુરેન્દ્રનગર), તથા સીનીયર (બહેનોમાં) પુજાબેન ઘનશ્યામભાઇ પટેલ (મહેસાણા), સોમાની હેતસ્વી કાર્તિક (ભાવનગર), તેજલ શ્રીચંદભાઇ ખત્રી (નવસારી) પસંદ થયા છે.