શા માટે વૈદિક હોળી? હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુ વચ્ચે આવે છે. આ સમય દરમ્યાન વાઈરસની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. જેથી કરીને આ સમય દરમ્યાન બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જયારે હોળી વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઈ2સને નિયંત્રણ કરી શકાય છે. વૈદીક’ હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકશે. લાકડાની હોળીમાં પ્રદૂષણ થાય છે જયારે ગાયના છાણાની હોળી કરવાથી ભરપૂર માત્રામાં ઓકિસજન ઉત્પન્ન થાય છે, સાત્વિક વાતાવરણ ઉત્પન્ન થાય છે. વૈદિક’ હોળી કરવાથી પ્રદૂષણ થતું અટકશે, વૃક્ષોનો બચાવ થશે, ગાય માતા બચશે અને બિમારીઓ ઘટશે. દરેક સોસાયટીમાં, દરેક વિસ્તારોમાં કોરોનાની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરી,સરકારી નિયમોનું પૂરતું પાલન કરી, સોશ્યલ ડીસ્ટન્સ રાખી, માસ્ક પહેરીને ’વૈદિક’ હોળી ઉજવવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન) ના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહીતનાઓએ અપીલ કરી છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને, દિવસ સંતોષજનક રહે.
- સુરત: વરાછામાં મંગેતરની હ*ત્યા કરનારને માહિસાગરના જંગલમાંથી પોલીસે ઝડપ્યો
- અંજાર: ભુ-માફીયાઓ દ્વારા થતી ખનિજ ચોરી રોકવા સ્થાનિકોની માંગ
- સુરત: રાંદેર વિસ્તારના દોઢ વર્ષના બાળકે રમતા-રમતા ઝેરી દવા પી લીધી
- સુરત: જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા અડાજણ અને કતારગામ વિસ્તારમાં મેગા ડિમોલિશન
- લીંબડી: દેવપરા ગામે શાળાના બિલ્ડીંગનું કાર્ય શરુ કરવા માંગ
- નર્મદા: કેબીનેટ મંત્રી કુબેર ડિંડોરે પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલી અર્પી
- સિહોર: ચિફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તીની કડક કાર્યવાહી કરી