વૈશ્ર્વિક મહામારીથી બચવા દાન અથવા સહાયને લગતા ફેક મેઈલથી ચેતવતું ડબલ્યુએચઓ
વૈશ્ર્વિક સ્તર પર કોરોના જે રીતે તેનો કહેર વરસાવી રહ્યું છે તેનાથી સમગ્ર વિશ્ર્વમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ઠેર-ઠેર લોકો કોરોનાથી બચવા માટે દાન અને સહાય આપવા માટે આગળ આવી રહ્યા છે ત્યારે આ મહામારી વચ્ચે સાયબર ગુનેગારો પોતાનો પગપેસારો કરી રહ્યા હોય તેવું પણ માનવામાં આવે છે. ડબલ્યુએચઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં નામે અનેકવિધ ફેક મેઈલ આપવામાં આવે છે જેમાં સહાય અને દાનની અપીલ કરતા ઈમેઈલ આવતા નજરે પડે છે પરંતુ જે કોઈ વ્યકિત જો સજાગ ન હોય અને મેઈલનો ઉતર આપે તો તે સાયબર ક્રાઈમનો ભોગ બની જાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા લોકોને તાકિદ કરવામાં આવી છે કે, સાયબર હુમલાથી લોકોએ ખરાઅર્થમાં ચેતવું જોઈએ. સાયબર ક્રાઈમ કરનારા ગુનેગારો હાલ ઈન્ટરનેટમાંથી ફેક મેઈલ તથા લીંક અપલોડ કરી રહ્યા છે જેમાં કોરોના વાયરસથી લોકોને બચાવવા માટે દાનની અપીલ કરતી હોવાનાં ઈ-મેઈલ હોય તેવું પણ જણાવવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા લોકોને તાકિદ કરતા જણાવ્યું છે કે, તેઓએ આ સાયબર ગુનાથી બચવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
શું કરવું જોઈએ
– વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મળવામાં આવતા ઈ-મેઈલ પાછળ જોે ૂવજ્ઞ.શક્ષિં લખવામાં આવેલ હોય તો તે ડબલ્યુએચઓમાંથી જ મળેલ મેઈલ છે. આ સિવાયનાં પછીનાં અન્ય કોઈ નામ અથવા એડ્રેસ આવતા હોય તો તે ફેક છે.
– જયારે ડબલ્યુએચઓ તરફથી આપણા ઈમેઈલમાં જો લીંક આપવામાં આવે અને તે લીંક https://www.who.int લખવામાં આવેલ હોય તો તે ડબલ્યુએચઓની જ લીંક છે.
– ડબલ્યુએચઓ દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલ અથવા તો લીંક માટે કોઈ વ્યકિતનો પાસવર્ડ મેળવવાનો રહેતો જ નથી અને જો કોઈ મેઈલમાં પાસવર્ડની માંગણી કરવામાં આવે તો તેનાથી અત્યંત ચેતવું. ડબલ્યુએચઓની વેબસાઈટ ઉપર દાન અથવા આર્થિક સહાય માટેની અરજ કરતું સેકશન મુકવામાં આવેલ છે જેના પર લોકોએ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
શું ન કરવું જોઈએ
– તમામ ઈન્ટરનેટ યુઝરોએ તેમનાં યુઝર નેમ અથવા તો પાસવર્ડ ઈ-મેઈલ અથવા ટેલીફોનિક માધ્યમથી ન આપવા તાકિદ કરવામાં આવી છે.
– કોઈપણ ઈ-મેઈલમાં ઈ-મેઈલ સાથે જો અચેટમેન્ટ જો આપવામાં આવ્યું હોય તો તે માલવેર હોવાની શકયતા છે જેથી તે અટેચમેન્ટ ન ખોલવી હિતાવહ છે.
– કોરોના વાયરસને લઈ સાયબર ક્રિમીનલ દ્વારા અનેકવિધ રીતે ખોટી માહિતીઓ માટેનાં ઈ-મેઈલ આપવામાં આવતા હોય છે તેનાથી લોકોએ સાવચેત રહેવું જોઈએ અને કોઈપણ પ્રકારનો નિર્ણય ઉતાવળે ન લેવાય તે માટે પણ તાકિદ કરાઈ છે.
– ડબલ્યુએચઓ દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ, પ્રાઈઝ કે લોટરી અંગેનાં ઈ-મેઈલો આવે તો તેને ન ખોલવા ડબલ્યુએચઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.