દશેરાને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દશેરાનું ખૂબ મહત્વ છે. તે એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે વિજય અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસ મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાનો સારો અવસર છે.
હિન્દુ ધર્મમાં શિવલિંગ પર અપરાજિતાનું ફૂલ ચઢાવવામાં આવે છે. આવું કરવાથી ક્યારેય પૈસાની કમી નથી આવતી.દશેરાના દિવસે નહાવાના પાણીમાં ચાર-પાંચ અપરાજિતાના ફૂલ નાખીને એ જ પાણીમાં સ્નાન કરવાથી ભાગ્ય ચમકે છે.આ દિવસે મા લક્ષ્મીને ફૂલ અર્પણ કરીને તમારા તિજોરીમાં રાખવાથી માની કૃપા જળવાઈ રહે છે. ફૂલનો ઉપયોગ કરીને તમે તમારા ઘરમાં આર્થિક સમૃદ્ધિ મેળવી શકો છોઆ ફૂલો મા લક્ષ્મીના આશીર્વાદને આકર્ષિત કરે છે અને આર્થિક સ્થિતિ સુધારી શકે છે.અપરાજિતાના ફૂલને એક વાસણમાં લો અને તેને ઘરના ઉત્તર ખૂણામાં રાખો. તેનાથી તમારા ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે.