શરદ પૂનમની રાત્રે આકાશમાં ચાંદનીનું શાસન હોય છે. એ સમયે મા લક્ષ્મીનું પૂજન કરી તેમની પાસે વરદાન મેળવવાની સોનેરી તક આવી છે. ૧૫ ઓક્ટોબર શનિવારના દિવસે. આ અવસરનો પૂર્ણ લાભ ઉઠાવવા આટલુ કરો.
લક્ષ્મી પૂજા ઘરના પૂજા સ્થળે કે તિજોરી મુકવાના સ્થાન પર કરવી જોઇએ. વેપાર-ધંધા વાળા લોકોએ પોતાની તિજોરીના સ્થાન પર પૂજન કરવુ જોઇએ. આ સ્થાનને ગંગાજળથી પવિત્ર કરીને શુધ્ધ કરી લેવુ જોઇએ. દેવી લક્ષ્મીને રંગોળી ખૂબ પ્રિય હોવાથી દ્વાર કે કક્ષમાં રંગોળી બનાવવી જોઇએ. સાંજે લક્ષ્મી પૂજન સમયે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરીને વિવિપૂર્વક પૂજન કરવુ જોઇએ.
સોપારી માતા લક્ષ્મીને ખૂબ લલચાવે છે. સોપારીએ ધન લાભ અને સૌભાગ્યની સૂચક છે. શાસ્ત્રો મુજબ સોપારી ચમત્કારી હોય છે. લક્ષ્મી પૂજન બાદ સોપારી પર લાભ દોરો વીટીને તેનું કંકુ, ચોખા, ફૂલ વગેરેથી પૂજન કરીને તેને તિજોરીમાં મૂકવી.
વેપાર-ધંધામાં પ્રગતિ અને વૃધ્ધિ માટે શનિવારની રાત્રે એક સોપારીને સિક્કા સાથે પીપળાના ઝાડ નીચે મુકી દેવી. રવિવારે સવારે પીપળાનું એક પાન તોડીને તિજોરીમાં મૂકી દેવુ. અને ઝાડ નીચે મુકેલી સોપારી લઇ લેવી. આ સિધ્ધ સોપારીને તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી આવતી નથી.
શનિવારની રાત્રે લગભગ ૯ વાગ્યાથી ૧૦.૩૦ વાગે ગુલાબી રંગના કપડા પહેરો અને ગુલાબી આસનનો પ્રયોગ કરો. ગુલાબી કપડા પર શ્રીયંત્ર અને અષ્ટ લક્ષ્મીનું ચિત્ર સ્થાપિત કરો. એક થાળીમાં ગાયના ઘી ના ૮ દીવા પ્રગટાવો. ગુલાબની અગરબત્તી કરો, લાલ ફૂલોની માળા ચઢાવો, માવાની બરફીનો ભોગ લગાવો, અષ્ટગંધથી શ્રીયંગ અને અષ્ટ લક્ષ્મીના ચિત્ર પર તિલક કરો અને કમરકાકળીને હાથમાં લઇને આ મંત્રનો તમારી શક્તિ મુજબ જાપ કરો.
મંત્ર : ………………………………………………..
જાપ પૂરો થયા બાદ આઠેય દીવાને ઘરની આઠ દિશામાં લગાવી દો. અને કમર કાકડીને તિજોરીમાં મુકી દો. આ ઉપાયથી જીવનના આઠ વર્ગોમાં સફળતા પ્રાપ્ત થશે. વિધિપૂર્વક મહાલક્ષ્મીની પૂજા કર્યા પછી હાથ જોડીને પ્રાર્થના કરવી. આવુ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે. અને મા લક્ષ્મીની કૃપા જરુર પ્રાપ્ત થાય છે.