આપણો ખોરાક એ જ આપણી તંદુરસ્તી છે અને કહેવાય પણ છે કે હેલ્થ ઇઝ વેલ્થ એટલે જ આ કિંમતી સ્વાસ્થ્યને જાળવવું એ પણ આપણાં જ હાથમાં છે સ્વાસ્થ્ય માટે યોગ્ય અને પોષણયુક્ત આહાર મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે વાત કરીએ સવારનાં નાસ્તાની તો તેમાં કેટલીક એવી વસ્તુઓ છે જેને ખાલી પેટે એટલે કે સવારના નાસ્તામાં આરોગવી યોગ્ય નથી. તેવું એક સંશોધન દ્વારા પણ સાબિત કરવામાં આવ્યું છે તો આવો વાત કરીએ કેટલીક એવી મહત્તમ વસ્તુઓની જેને આપણાં સવારનાં નાસ્તાથી કહેવાનું છે bye bye………
અતિ તીખું જમવાનું અથવા સ્પાઇસી વસ્તુઓ
કેટલાંક લોકોને સવારનાં નાસ્તામાં સ્પાઇસી આઇટમ ખાવાની આદત હોય છે પરંતુ ખાલી પેટ મસાલાયુક્ત આહાર લેવાથી પેટને ભારે નુકશાન પહોંચે છે. જેનાથી ગેસ્ટિક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સોફ્ટ ડ્રિંક
સવાર સવારમાં સોફ્ટ ડ્રિંક ક્યારેય ન પીવું જોઇએ જો તમે પણ એવું કરતા હો તો સાવધાન. કારણ કે તેમાં વધુ માત્રામાં કોર્બોનેટ એસિડ હોય છે. જેનાથી તમને ગેસ અને ઉલ્ટી થવાની સમસ્યાઓનો સામનો કરવો પડશે.
– કોલ્ડ કોફી/કોલ્ડ ડ્રીંક
મોટાભાગના લોકો ખાલી પેટે ઠંડા પીણા પીતા હોય છે જે તમારી પાચનક્રિયાને મદદરુપ એવા મુક્સ મેમ્બ્રેનને નુકશાન પહોંચાડે છે.
– ખાટા ફળો
નાસ્તાનાં ટેબલ પર મુકેલાં ખાટા ફળો ફાયદા કરતાં નુકશાન વધુ પહોંચાડે છે. ખાલી પેટ તેનું સેવન કરવાથી તમારા હાર્ટને નુકશાન પહોંચાડે છે. જેનાથી હાર્ટમાં દુ:ખાવો અથવા હાર્ટબર્ન થેવી સમસ્યા ઉદ્ભવે છે.