• બુધવારનો દિવસ ગણેશ ભગવાનને સમર્પિત
  • બુધવારે ગણેશજીની પૂજા કરવામાં આવે છે
  • કુંડળીમાં બુધ ગ્રહ મજબૂત કરવા બુધવારે કરો આ ઉપાયganesha 1

બુધ સ્તોત્રઃ હિન્દુ ધર્મમાં ગણેશજીની પૂજાથી કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય છે. ગણેશને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા છે કે જો બુધવારે ગણપતિ બાપ્પા અને બુદ્ધદેવની પૂજા કરવામાં આવે તો જીવનના કષ્ટો દૂર થાય છે અને સન્માન પ્રાપ્ત થાય છે. કુંડળીમાં બુધ ગ્રહને મજબૂત કરવા માટે બુધવારે બુધ સ્તોત્ર અને બુધ કવચનો પાઠ કરવો જોઈએ. તેમનું પઠન કરવાથી વ્યક્તિ પોતાના કાર્યમાં સફળ થાય છે અને લક્ષ્યને પ્રાપ્ત કરે છે.

આર્થિક સમસ્યાથી મુક્તિ- આર્થિક સમસ્યાથી મુક્તિ મેળવવા માટે બુધવારે ગણેશ સ્તોત્રના પાઠ કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે અને અવરોધ દૂર થાય છે. ગણેશ સ્તોત્રના પાઠ કર્યા પછી ભગવાન ગણેશજીની આરતી કરવી.

g2

મગની દાળનું દાન- બુધવારે મગની દાળનું દાન કરવું જોઈએ. બુધવારે પરિવાર સાથે મગની દાળનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આ પ્રકારે કરવાથી કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત બને છે અને ભગવાન ગણેશ અને લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. બુધવારે શિવલિંગ પર મગ પણ અર્પણ કરી શકાય છે.

દુર્વા અર્પણ કરો- ભગવાન ગણેશ પ્રસન્ન કરવા માટે દુર્વા અર્પણ કરવી. દુર્વામાં અમૃત રહેલું છે, આ કારણોસર પૂજા દરમિયાન ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાથી વ્યક્તિ કુબેર સમાન બની જાય છે. ગણેશજીની પૂજા દરમિયાન ભગવાન ગણેશને 21 દૂબ, 2 શમી અને 2 બિલીના પાન અર્પણ કરવા જોઈએ.

g 1

મંત્રજાપ- બુધવારે બુધ ગ્રહના મંત્રોનો જાપ કરવો. બુધના મંત્રોનો જાપ કરવાથી મનની એકાગ્રતા વધે છે અને માનસિક તણાવથી રાહત મળે છે. કુંડળીમાં બુધની સ્થિતિ મજબૂત બને છે અને વ્યવસાય તથા કરિઅરમાં પ્રગતિ થવાની સંભાવના રહે છે. બુદ્ધ મંક્ષનો ફક્ત 14 વખત જાપ કરવામાં આવે છે.

 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.