બાંધકામના ધંધાર્થીઓ સાથે બેઠક યોજી કોર્પોરેશને આપી માહિતી
સ્વચ્છ ભારત મિશન અને ક્ધસ્ટ્રકશન અને ડિમોલિશન વેસ્ટ મેનેજમેન્ટ તા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે રાજકોટ માહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા તા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા રાજકોટ શહેરમાં જુના ઇમલા તથા જુના બાંધકામો પાડતોડ કરતા ઘધાર્થીઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ જાહેરનામા તથા આવા બાંધકામના કાટમાળ ને જ્યાં ત્યાં ગેરકાયદેસર રીતે નિકાલ કરવાને બદલે રાજકોટ મક્હાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ સ્થળો (૧) કોઠારીયા રોડ પોલિસ ચોકીની બાજુમાં પત્રની ખાણ પાસે તથા (૨) રૈયા સ્માર્ટ સીટીના તમામ ખાણ વિસ્તારોમાં જ આવા બાંધકામના કાટમાળ તથા ભરતીનો નિકાલ કરવા નિયમોની વિગતવાર જાણકારી આપવામાં આવેલ હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ક્ધસ્ટ્રકશન અને ડીમિલિશન વેસ્ટનો પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાના સ્થળે જ નિકાલ કરવા તથા આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ માટે સહયોગ આપવા અનુરોધ કરવામાં આવેલ હતો. આજના આ સેમિનારમાં ડેપ્યુટી કમિશ્નર સી.બી.ગણાત્રાસાહેબ,ટી.પી. શાખાના એ.ટી.પી.ઓ શ્રી વી.વી.પટેલ,ગૌતમભાઇ જોશી તથા રાજેશ મકવાણા તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના શ્રી અંબેશ દવે તથા રાજેશ ભાલોડીયા તથા કેતન મદ્રેસાણીયા તા આઇ.ઇ.સી.સેલ નિરવ પાડલીયા તા બાંધકામ કાટમાળના ધધાર્થીઓ હાજર રહેલ હતા.