મીઠા લીમડાના પાનને તમે હવાદાર કંટેનરમાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો. તેમજ આ સિવાય પેપર ટોવેલમાં લપેટીને કે પછી પ્લાસ્ટિક બેગમાં પેક કરીને રાખી શકો છો. તેમજ વેક્યૂમ સીલ બેગ કે કંટેનરમાં રાખવાથી પણ મીઠા લીમડાના પાન ફ્રેશ રહેશે. આ ઉપરાંત મીઠા લીમડાના પાન સ્ટોર કરવા માટે તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.
મીઠા લીમડાના પાનનો ઉપયોગ ભારતીય રસોઈમાં ભરપૂર થાય છે. તેમજ તેના વઘારથી વાનગીનો સ્વાદ અનેકગણો વધી જાય છે. આ ઉપરાંત કઢી કે પૌંવામાં તેને જરૂર નાખવામાં આવે છે. જોકે ઘણા લોકો તેનો ઉપયોગ એટલા માટે નથી કરતાં કારણ કે આ પાન જલદી સુકાય જાય છે અને મજબૂરમાં ફેંકી દેવા પડે છે.
ઘણા લોકો તેને સ્ટોર કરવાની રીત જાણતા નથી. તેમજ જો તમારી સાથે પણ આવું થતું હોય તો અમે તો જાણો કેટલીક ટિપ્સ, જેની મદદથી તમે મીઠા લીમડાના પાનને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકો છો. મીઠા લીમડાના પાનને તમે હવાદાર કંટેનરમાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો. આ સિવાય પેપર ટોવેલમાં લપેટીને કે પ્લાસ્ટિક બેગમાં પેક કરીને પણ રાખી શકો છો.
વેક્યૂમ સીલ બેગ કે કંટેનરમાં ભરીને રાખવાથી પણ મીઠા લીમડાના પાન તાજા રહે છે. મીઠા લીમડાના પાન સ્ટોર કરવા માટે તમે તાજા પાન પસંદ કરો, તેને સાફ કરીને સુકવી દો. ત્યારબાદ તેને તડકામાં રાખવાનું ટાળો. સુકવ્યા બાદ તેને પેપર બેગમાં ભરી દો. મીઠા લીમડાના પાનને આ રીતે સ્ટોર કરવાથી તેમાં ફંગસ લાગવાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. જો તમે આ રીત ફોલો કરશો તો તમે મીઠા લીમડાના પાન સરળતાથી 5-6 અઠવાડિયા સુધી યુઝ કરી શકો છો.
આ સિવાય તમે ફ્રેશ મીઠા લીમડાનો છોડ પણ વાવી શકો છો અને તાજા મીઠા લીમડાના પાન યુઝ કરી શકો છો. તેમજ ઘરમાં મીઠા લીમડાનો છોડ વાવવા માટે તમે બીજનો ઉપયોગ કરી શકો છો અથવા તો મીઠા લીમડાની ડાળીને કાપીને કુંડામાં વાવી શકો છો. આ સિવાય તમે નર્સરીમાંથી મીઠા લીમડાનો છોડ ખરીદીને ઘરે વાવી શકો છો. તેમજ આ છોડ વાવવા માટે તમે નાનું નહીં પરંતુ મોટું કુંડુ પસંદ કરો. નિયમિત રૂપે તેમાં ખાતર નાખો અને કીટનાશકનો ઉપયોગ કરો. તેમજ છોડને તડકામાં રાખો પરંતુ છોડનું ધ્યાન રહે કે તે વધારે તડકામાં ન રહે.