બારમું પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ નવા શહેરમાં પોતાનાં સપનાને સાકાર કરવા સારી કોલેજમાં એડમિશન લ્યે છે. પણ કોલેજ છે. જ એવી જગ્યા જ્યાં સૌ કોઇ મસ્તી કરવાનું વિચારે છે. પરંતુ શું તમે જાણો છો કે મસ્તીની વચ્ચે મની સેવીંગ્સ પણ થઇ શકે છે. જો તમે પણ શીખવા માંગો છો કે કેવી રીતે રાખવો બજેટ કંટ્રોલ તો આવો જાણીએ કેટલીક એવી બાબતો જેનાથી થઇ શકે છે. રમત રમતમાં બચત.
બચત કરવા પહેલાં બજેટ બનાવો…….
નિયમ બનાવો કે તમે બજેટને સાચવશો…. બજેટ બનાવતા સમયે વર્કશીટમાં વિભાગ બનાવો જેમાં જરુરી અને બીનજરુરી ખર્ચા વિશે લખો. સૌથી પહેલાં જે કામ જરુરી હોય તેને કરો, બાદમાં માત્ર બીજા માટે કરવામાં આવતો બની જરુરી ખર્ચથી દૂર રહો.
પાર્ટ ટાઇમ જોબ કરો જેનાથી તમારો વિક એન્ડ ઘરમાં પથારીમાં પડ્યા, ટીવી જોતા અને પીઝા ખાવામાં નીકડી જાશે. એવામાં સારુ રહેશે કે વીકએન્ડ પર આપ કોઇ પાર્ટટાઇમ જોબ શરુ કરો. જેનાથી તમારી પોતાની પોકેટમની પણ ભેગી કરી શકશો અને વીકએન્ડમાં ખાલી બેસવાનાં કંટાળાથી પણ બચી શકશો.
કોલેજમાં જણતર દરમિયાન નવા સેમેસ્ટરની શરુઆત પહેલાં તમે ઇચ્છોતો લાઇબ્રેરીમાંથી બુક્સ લઇ તમારુ સ્ટડી કરી શકો છો. જો તમે રોજ જાવા વાળા સ્ટુડેન્ટમાંથી છો તો લાઇબ્રેરીથી સારો કોઇ વિકલ્પ નથી. જેથી બુક્સનો ખર્ચો બચે છે.
ટ્રાવેલીંગમાં પણ થઇ શકે છે બચત, જેમાં કોલેજ જવાનું હોય કે મિત્રો સાથે મસ્તી કરવા, હંમેશા કોશિશ કરો કે આવા-જવા માટે પબ્લિક વાહનોનો ઉપયોગ કરો જેથી તમારી ઘણી બચત થશે. આ ઉપરાંત ડિસ્કાઉન્ટની માહિતી પણ રાખો જે ખાસ વિદ્યાર્થીઓ માટે હોય છે.