ઘણીવાર સામાન્ય માથાના દુખાવા પાછળ કારણ પણ સામાન્ય હોય છે માથાનો દુખાવો થાય ત્યારે ગોળી ખાવા કરતા અન્ય ઉપાય અજમાવવા જોઇએ. કારણકે ગોળીથી સાઇડ ઇફેક્ટ થઇ શકે છે. વધારે માથુ દુખતુ હોય તો પ્રાણાયામ અથવા સિંપલ મેડિટેશન કરો. આનાથી રાહત મળે છે.
પાણી વધારે પીવો..
– ઘણી વાર ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની કમીને પણ માથામાં દુખાવો થાય છે માટે માથુ દુખે ત્યારે પાણી પીવાનું રાખે! તેમજ પાણી સિવાય અન્ય ફ્રુટ જેવા કે તરબુચ, કાકડી, ખી‚ ખાવો જેમાં પાણીની ભરપુર માત્રા જોવા મળે છે.
મસાજ..
– ધીરથી હળવા હાથે માથાની પાછળના ભાગમાં મસાજ કરવાથી પણ રાહત મળે છે.
લીંબુ પાણી અને સોડા..
– કહેવાય છે કે લીંબુ પાણીમાં નમક અને ખાવાનો સોડા નાખીને પીવાથી શરીરનું એસિડ બેલેન્સ થાય છે. અને માથાના દુખાવામાં પણ રાહત મળે છે.
બરફ..
માથાની નસોમાં સોજો આવી જવાને કારણે પણ માથાનો દુખાવો થઇ શકે છે. આવી સ્થિતિમાં માથા અને કાનની પાછળના ભાગ પર બરફ ઘસવાથી ફાયદો થઇ શકે છે.
આદુ વાળી ચા..
– આદુમાં ગુણને કારણે માથાના દુખાવામાં રાહત મળે છે.
ગર્દનની સ્ટ્રેચિંગ..
– ઘણીવાર મસલ્સ ટેન્શનને કારણે પણ માથુ દુખે છે ત્યારે હળવાશથી ગરદનની સિંપલ સ્ટ્રેચિંગ કરો.
એક્યુપ્રેશર..
– અંગુઠા અને ઇંડેક્સ ફિંગર વચ્ચેની માંસ વાળી જગ્યાને દબાવો એક મિનિટ સુધી આમ કરવાથી તમને રાહત થશે.