ઘણા લોકોના શૂઝમાંથી ખૂબ જ દુર્ગંધ આવે છે. એવું નથી કે તેઓ પગ સાફ નથી રાખતા, પરંતુ આ સમસ્યા મોટાભાગે ગરમીના કારણે થાય છે. જો કે તેને પરફ્યુમથી સુધારી શકાય છે, પરંતુ તે કેટલો સમય ચાલશે તે તમારા કંટ્રોલમાં નથી.
ઉનાળાની સીઝન આવી ગઈ છે અને ધીમે ધીમે તાપમાન દિન પ્રતિદિન વધી રહ્યું છે. પરિણામે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. સૂર્યપ્રકાશના વધુ પડતા સંપર્કમાં કુદરતી રીતે પરસેવો થાય છે. જેના કારણે પરસેવામાંથી દુર્ગંધ આવવા લાગે છે. પરંતુ શરીરની ગંધને કંટ્રોલ કરવી એક મોટું કામ છે. સૌથી મોટી સમસ્યા શૂઝમાંથી ઊભી થાય છે.
ચાલો શૂઝમાંથી આવતી દુર્ગંધને સરળ ટિપ્સ વડે દુર કરીએ
ગ્રીન ટી બેગ
– શૂઝ ઉતાર્યા પછી તેમાં ગ્રીન ટી બેગ રાખો. આમ કરવાથી શૂઝમાંથી આવતી દુર્ગંધ ઓછી થવાની સંભાવના રહે છે. ટી બેગ શૂઝની ગંધને શોષી લે છે.
ગરમ પાણી
– શૂઝ ધોતી વખતે ગરમ પાણીથી ધોવા જોઈએ જેથી શૂઝમાંથી સંપૂર્ણપણે સ્વચ્છ અને ગંધમુક્ત બને.
ખાવાનો સોડા
-રાત્રે શૂઝ કાઢ્યા પછી તેમાં થોડો ખાવાનો સોડા નાખો. તે શૂઝમાંથી અંદર પરસેવાની ગંધને શોષી લે છે. આ બેક્ટેરિયાને વધતા અટકાવે છે. રાત્રે તેમાં થોડો ખાવાનો સોડા ઉમેરો અને સવારે તેને ફેંકી દો. આમ કરવાથી શૂઝમાંથી આવતી દુર્ગંધ ઓછી થશે.
કપૂર
કપૂર દુર્ગંધને દૂર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ માટે શૂઝ ખોલો અને તેમાં કપૂરની બે ગોળી મૂકો. આમ કરવાથી શૂઝની દુર્ગંધ દૂર થઈ જાય છે.
શૂઝ પહેરતા પહેલા, તમારા પગને 10 મિનિટ માટે બેકિંગ સોડા પાણીમાં રાખો. આમ કરવાથી પગમાંથી પરસેવો અને દુર્ગંધ ઓછી થઈ જશે. અઠવાડિયામાં બે વાર આવું કરવું પૂરતું છે.
હુંફાળું પાણી અને વિનેગર
આ સિવાય પગને અડધી ડોલ હુંફાળા પાણી અને વિનેગરમાં 15 મિનિટ સુધી રાખો. જો તમે અઠવાડિયામાં ત્રણ વાર આમ કરશો તો તમને તમારા પગની દુર્ગંધથી છુટકારો મળશે. તેથી, જો તમે તમારા શૂઝની સાથે-સાથે તમારા પગને પણ સાફ રાખો છો, તો તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.