ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાની પસંદગી કરી 18 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાએ 66 રન બનાવી 1 વિકેટ ગુમાવી
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ચોથો અને છેલ્લો ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યો છે જેની શરૂઆત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ માટે આ ટેસ્ટ કરો યા મરો સમાન છે કારણ કે જો ભારત આ ટેસ્ટ મેચ જીતી જશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે અને જોવા તો ચોથો ટેસ્ટ ભારત હારે તો તે વર્લ્ડ ચેમ્પિયનશિપની રેસમાંથી નીકળી જશે. 18 ઓવારના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવી 66 રન બનાવ્યા હતા. ટ્રેવીસ હેડ 32 રન બનાવી અશ્વિનનો શિકાર બન્યો હતો.
બંને ટેસ્ટ જીત્યા બાદ ત્રીજો ટેસ્ટ મેચ ભારત જીતશે એવી અપેક્ષા હતી પરંતુ ત્રીજા ટેસ્ટ મેચમાં ભારતની કંગાળ રમતના કારણે ત્રીજો ટેસ્ટ ભારતના હાથમાંથી સરકી ગયો હતો અને ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી જેના માટે આજથી શરૂ થયેલો ચોથો ટેસ્ટ મેચ ભારત માટે ખૂબ મહત્વનો છે.
બંને દેશની પ્લેઇંગ ઇલેવન
ટીમ ઇન્ડિયા: | ટીમ ઓસ્ટ્રેલિયા: |
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ | ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ(કેપ્ટન), પીટર હેન્ડ્સકોમ્બ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી(વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, મેથ્યુ કુહનેમેન, નાથન લિયોન |