ઉંઘ સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી ખોરાક છે. પરંતુ માત્ર ઉંઘવા પુરતી વાત નથી. સ્વસ્થ રહેવા માટે સરખુ સુવુ પણ મહત્વનું છે. જો તમને વ્યવસ્થીત ઉંઘવાની આદત નથી તો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર થશે. ઘણા લોકોને ઉલટુ સુવાની આદત હોય છે.
જો આવી આદત તમને પણ હોય તો જણાવી દઇએ કે પેટ પર વજન દઇને સુવાથી પીઠમાં દુખવાની શરૂ આત થઇ શકે છે. જેને કારણે ૮ કલાક સુતા બાદ પણ તમારી ઉંઘ પુરી નથી તથી અને આગલા દિવસે તમે થાક અનુભવો છો. ઉંધુ સુવાથી ડોક અને પીઠમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે.સ્પાઇનલ કોર્ડ શરીરનો બેઝ હોય છે. અને ઉલટુ સુવાથી કરોડરજ્જુ ખેંચાતા કમર પર દબાણ વધે છે. પેટના વજન પર સુવાથી સ્પાઇન સીધી ન રહેતા માથુ દુ:ખે છે અને ગરદનમાં પણ પીડા શરૂ થઇ શકે છે. જો તમે ઉલટી સુવાની આદત ધરાવતા હોય તો તમને માથામાં દુખાવાની તકલીફ સામાન્ય રીતે રહેતી હશે.જયારે તમે સીધા નથી સુતા તો શરીરમાં રકત સંચાર વ્યવસ્તિ ન થતા માથામાં દુખવાની બિમારી થાય છે અને આ આદતને લઇને અપચો અને પેટનો દુ:ખાવો વધી શકે છે. માટે જો તમે પણ ઉલ્ટુ સુવાની આદત ધરાવતા હોય તો આજેજ તેને અટકાવો.