ટેક્નૉલૉજીની દુનિયામાં એવા-એવા આવિષ્કારો થઇ રહ્યા છે, જેની થોડાંક વર્ષો પહેલાં કલ્પના પણ થઇ શકતી નહોતી. ચીનની સિંધુઓ યુનિવર્સિટીના નિષ્ણાતોએ એવી ટેકનિક તૈયાર કરી છે, જેમાં તમારે ટાઇપ કરવા માટે હાથની જરૂર નહીં પડે. એક ન્યૂઝ એજન્સીએ ફેસબુક પર બહાર પાડેલા વીડિયોમાં જાણકારી આપી છે કે તમે માથા પર ખાસ ટોપી જેવું એક ડિવાઇસ પહેરીને સ્ક્રીન સામે બેસશો એટલે તમે જે વિચારશો એ ટાઇપ કરી શકશો. માથા પર પહેરવાના ડિવાઇસનું નામ છે-સ્ટેડી સ્ટેટ વિઝ્્યુઅલ ઇવોક્ડ પોટેન્શિયમ સિસ્ટમ. આ ડિવાઇસ એક વર્ચ્યુઅલ કીબોર્ડ જેવું કામ આપે છે અને મગજના વિચારોના તરંગોને પારખીને કીબોર્ડ પર હાથ લગાડ્યા વિના એ વિચારો સ્ક્રીન પર ટાઇપ થઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.