વાંદરો ગલ્ઠો થાય તો પણ ગુલાટી મારતા ન ભૂલે તેમ ભારત-પાકિસ્તાન ભાગલાને વર્ષો વિતી ગયા હોવા છતાં હજુ પણ પાકિસ્તાનને જંપ ન વળ્યો હોય તેમ કાશ્મીર મુદે વારંવાર સરહદ પર સીઝફાયરનો ઉલ્લંધન કરી ગોળીબારી કરે છે . અને આપણાં દેશને શાંતિનો સ્વાસ લેવા દેતુ નથી. તાજેતરમાં જ પાકિસ્તાને ફરી આવી કરતૂત કરતાં કાશ્મીરમાં રહેતા જવાન પરિવારને મળવા પોતાના ઘરે આવ્યા હતા તેવા જવાન અને તેની પત્નીને ભોગ લીધો હતો . આ પ્રકારના સીઝફાયરીગમા પાકિસ્તાન  સતત ગોળી બારી અને 82 મીમી અને 120મીમીના ગોળા વરસાવે છે જેનાથી કાશ્મીરમાં ભારે માલ અને જાનહાનિ થવા પામી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.