ગ્લોબલ વોર્મિગ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કે સીંથેટીક, કપડા બને છે તેવી ફેક્ટરીઓમાંથી બહોળી પ્રમાણમાં પોલીમર નીકળી તેનાં સૂક્ષ્મકણો ધૂળમાં મળે છે જે ધૂળ હવામાં ભળી વિવિધ ઉપકરણો પર પણ લાગી જાય છે.
તેવા સમયે આપણે જમવામાં દરેક સમયે ૧૦૦થી વધુ પ્લાસ્ટીકનાં નાના-નાના કણોને પણ ગળી જાય છીએ. એક નવા સંશોધન પ્રમાણે આ બાબતનો ખુલાસો થયો છે. જેમાં સોફ્ટ સામાન અને સીંથેટીક કપડામાંથી નીકળતા પોલીમર ધૂળમાં ભળી જાય છે. જે આપણી જમવાની થાળીમાં જમાં થાય છે. અને જમવા સમયે એ જમા થયેલાં પોલીમર ભોજનની સાથે આપણાં પેટમાં જાય છે.
આ માટે ત્રણ ઘરનનાં વાસણથી તપાસ કરી જેનો ઉપયોગ રાત્રે ભોજન સમયે થવાનો હતો જેમાં ૨૦ મિનિટ સુધી ચાલેલાં રાત્રિ ભોજન બાદ ડીશમાં ૧૪ પ્લાસ્ટિકના કણ મળી આવ્યા હતા જે ૧૪ પ્લાસ્ટિક ફાઇબર જેટલાં હોય છે.
આમ એક વ્યક્તિ સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભોજન સમયે ૬૮,૪૧૫ ખતરનાક જણાતા પ્લાસ્ટિક ફાઇબરોને પણ ગળી જાય છે. આપણે એ નથી જાણતા કે ફાઇબર ક્યાંથી આવે છે. પરંતુ એ આપણાં ઘર અને બહારનાં વાતાવરણમાં ઉપસ્થિત છે એ નક્કી છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com