ભાદર, આજી અને ન્યારી ડેમમાં પર્યાપ્ત જળ જથ્થો ઉપલબ્ધ.
જળાશયનું હાલનો MCFT દૈનિક ક્યાં સુધી
નામ જથ્થો ઉપાડ ઉપાડી શકાશે
ભાદર ૮.૭૧ ફૂટ ૩૬૧ ૪૦ થી ૪૫ MLD ૧૦-જુન
ન્યારી-૧ ૩.૭૮ મીટર ૩૪૪ ૫૧ થી ૫૪ MLD જુલાઈ સુધી
આજી ૧૮.૫૦ ફૂટ ૩૬૨ ૧૨૦ MLD ૧૫ જુન સુધી
ગત સાલ ચોમાસા દરમ્યાન ઓછો વરસાદ પડતા, સ્થાનિક જળાશયોમાં સંતોષકારક પાણીનો જથ્થો આવેલ નહિ તેમ છતાં શહેરને દૈનિક ૨૦ મિનીટ પાણી આપી શકાય તે માટે રાજ્ય સરકારનો પુરતો સહયોગ મળી રહેલ છે. માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેરના નગરજનોને પાણી વાટે વલખા ન મારવા પડે અને શહેરની પાણીની સમસ્યાને કાયમી ભૂતકાળ બનાવવા, સૌની યોજના અંતર્ગત આજી-૧ ડેમ તેમજ ડેમને નર્મદા સાથે જોડાણ કરી, જરૂરત મુજબ ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવે છે તેમ મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું.
હાલમાં ઉનાળાની ઋતુ હોવાથી પાણીની માંગમાં વધારો થતો હોય છે. જેથી દૈનિક ૨૦ મિનીટ પાણી વિતરણ માટે જુદા જુદા જળાશયોમાંથી ૨૭૫ એમએલડી જેટલું પાણી ઉપાડવામાં આવે છે. નર્મદા કેનાલ મારફત રૈયાધાર ૭૦ એમએલડી, બેડી ૨૫ એમએલડી, કોઠારિયા ૭ એમએલડી મુજબ નર્મદાનું પાણી મળી રહેલ છે.
વિશેષમાં, મેયર બિનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટી ઉદયભાઈ કાનગડએ જણાવેલ કે, ભાદરનો જથ્થો જુનના પ્રથમ વિકમાં ખલાસ થઇ જશે તો પણ શહેરને દૈનિક ૨૦ મિનીટ પાણી વીતરણ માટે, ડેમમાંથી પાણીનો જથ્થો વધુ ઉપાડવામાં આવશે. તેમજ નર્મદાનું પાણી વધુ મેળવવા આયોજન કરાશે. શહેરના નગરજનોને ઉનાળાની ઋતુ દરમ્યાન પાણીની મુશ્કેલી ન પડે તે માટે દૈનિક ૨૦ મિનીટ પાણી અપાશે.