આ રીતના અસ્થિઓના ખરીદ-વેંચાણ દ્વારા માસોલના ગામ લોકો વધારાના નાણા રળે છે?
પંજાબના ચંડીગઢથી ૧૮ કિલોમીટરનીઅંતરે આવેલા માસોલ નામના નાનકડાગામમાં સંશોધકોને જુજ મળી આવે તેવાલાખો વર્ષ જુનાજંગલી ભેંસના અસ્થિઓ માત્ર થોડાક હજારમાં વેંચવામાં આવ્યા હતા.માસોલમાં એક પરીવાર પાસેથી હેમીબોઝનામન પાણીની ભેંસના ૨૬ લાખ વર્ષ જુના અસ્થિઓ માત્ર ખાનગી મીડીયાદ્વારા ૪૫૦૦‚ા. ખરીદવામાં આવ્યા હતા. જયારે ગામમાં આ અસ્થિઓ ગેરકાયદેસર રીતે ‚ા૧૫૦ માં ખરીદાયા હોવાનું એક રીપોર્ટમાં જાણવા મળ્યું હતું. ગત વર્ષે ફ્રેન્સ જર્નલમાં એક રીપોર્ટમાં હોમીનીન નામનીભેંસના મળેલા અસ્થિઓ ૨૬ લાખ વર્ષ જુના હોવાનો સંશોધકોએ દાવો કર્યો હતો.તેમજ સંશોધકો દ્વારા વર્ષોથી આ ભેંસ મોટેની ટેકનોટીક પ્લેટ શોધવામાં સંશોધવાને વર્ષો લાગી ગયા હોઇ સંશોધન આગળ વધી શકયું ન હતું.
આ અંગે પંજાબ યુનિવસીટીના જીયોલોજી ડીપાર્ટમેન્ટ ના આ સંશોધન માટેના નિષ્ણાંત રાજીવ પટનાયક જણાવે છે કે આ અસ્થિઓનું ઉપરનું સ્તર જોતા તે ખુબજ કિંમતી હોવાનું જણાય છે. કારણ કે વિશ્ર્વમાં માત્ર આવા ૧૪ અસ્થિઓ જ છે. પટનાયકેવધુમાં જણાવ્યું હતું કે આપણે નસીબદાર છીએ કે આવા અમૂલ્ય અસ્થિઓ આપણને એક મીડીયાના માઘ્યમથી મળ્યા છે.
ચંદીગઢમાં ડીપાર્ટમેન્ટના મ્યુઝિયમમાં આવા ત્રણ અને સરકારી મ્યુઝિયમમાં સેકરટ ૧૦ માં એક ઉપલબ્ધ છે. જે અમુલ્ય છે. કાયદાના અભાવે આવી ઘટના સામે આવી હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
જાન્યુઆરી ૨૦૧૬માં માસોલના જંગલમાંથી મળી આવ્યા બાદ આ અસ્થિઓને પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના પ્રેસીડેન્ટ ફ્રાન્કોઇસ હોલાન્ડે દ્વારા તેમની ચંદીગઢની મુલાકાત વખત સરકારી મ્યુઝિયમની મુલાકાત વખતે નિહાળવામાં આવ્યા હતા.
આ બાબતમાં માસોલના પરિવારની મદદથી કયાંથી આ અસ્થિઓ કેવી રીતે મળ્યા તેની જાણકારી મેળવવામાં આવી હતી. વિદેશીઓ અહીંયા વર્ષોથી કિંમતી વસ્તુઓ શોધવા આવે છે. ત્યારે અહીંયા આવા કિંમતી અસ્થિઓને માત્ર ‚ા ૧૫૦માં મળી આવે છે. તેની આપણે કિંમત આંકી શકતા નથી. માસોલના અન્ય ગામવાસીઓ દ્વારા પીવાના પાણી તથા અસ્થિઓનું વેંચાણ કરી પૈસા કમાવામાં આવે છે.
માસોલના એક ગામવાસી જણાવે કે તેમનું બાળક રોજ ૧ર કીલોમીટર અંતરે પીંજોરના જંગલમાં જાય છે ત્યારે તેને વધારાના ‚પિયા કમાવવા મળે છે. ત્યારે તેમને આવા અસ્થિઓ શા માટે ન વેંચવા એવો વિચાર આવતા આવા અસ્થિઓ શોધી પૈસા કમાવવામાં આવે છે. આ રીતના ખાનગી, સંગ્રહ કાયદેસર ન હોવા છતાં સંગ્રહ અને વેંચાણ થતાં હોવાનું સંશોધકોની ટીમના નિષ્ણાંત મુકેશસિંઘે જણાવ્યું હતું માટે તેને ડિસ્પ્લે માટે મ્યુઝિયમમા મુકવામાં આવ્યું હતું. જેના માટે માસોલમાંથી આવા અસ્થિ મેળવવામાં ભારતીય અને ફ્રેન્ચ ટીમને સફળતા મળી હતી.