વર્તમાનમાં જે પ્રદુષણમાં આપણે શ્વાસ લઇએ છીએ તેને જોતા આ આંકડો ૧.૨૧ લાખ કણો સુધી પહોચવાની સંભાવના
એક નવા વિશ્લેષણ અનુસાર દર વર્ષે ભોજન અને શ્વાસ દ્વારા હજારો માઇકોપ્લાસ્ટિક કણ માનવ શરીરની અંરદ પ્રવેશ કરે છે. તાજેતરમાં જ રજૂ કરાયેલા રિપોર્ટ સાથે એ સવાલ ફરી ઉભો થયો છે. કેવી રીતે પ્લાસ્ટિકના કચરોનો આપણા સ્વાસ્થ્ય પર સીધી અસર કરી શકે છે.
માઇક્ર પ્લાસ્ટિક પૃથ્વી પર દરેક જગ્યાએ મળનારી સામગ્રઓમાંનુ એક છે. તે દુનિયાના સૌથી ઉંચા કેટલાક ગ્લેશિયરો અને સૌથી ઊંડી સમુદ્રી ખીણો ની સપાટી પર પણ મળી આવે છે. પાછલા કેટલાક અઘ્યયનોથી સ્પષ્ટ થાય છે કે માઇક્રો પ્લાસ્ટિક માનવીની ખાદ્ય સામગ્રીમાં સામેલ થઇ શકે છે. ગત વર્ષે રજુ કરાયેલા એક અઘ્યયન પ્રમાણે લગભગ બધી મોટી બ્રાન્ડની પાણીની બોટલમાં આ નમુના મળ્યા છે.
આ સંશોધનમાં કેનેડાના વૈજ્ઞાનિકોએ માઇક્રો પ્લાસ્ટિક પ્રદુષણ પર સેંકડો આંકડાઓનું વિશ્ર્લેષણ કર્યુ અને તેની તુલના અમેરીકી લોકોના આહાર અને ઉપભોગની આદતો ને અનુલક્ષીને કરાયું હતું. તેમને આ અઘ્યયનથી જાણવા મળ્યું છે . દર વર્ષે એક વયસ્ક પુરુષ પર હજાર માઇકો પ્લાસ્ટીક કર્ણોને શ્વાસ લઇએ છીએ તેને જોતા આંકડો વધી ને ૧.૨૧ લાખ કણો સુધી પહોંચી ગયો છે. આ અઘ્યયન એવા દિવસે સામે આવ્યું છે જયારે સંયુકત રાષ્ટ્રનો વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યું છે.આ વર્ષે તેનો વિષય વાયુ પ્રદુષણ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મનુષ્ય ઘણા માઘ્યમો દ્વારા માઇક્રો પ્લાસ્ટિકનો ઉપભોગ કરે છે. સમુદ્રી ભોજન કરતા સમયે, હવાના માઘ્યમથી શ્ર્વાસ લઇને કે પછી પ્લાસ્ટીક પેકેજીંગની ટ્રેસ માત્રાની સામે ભોજનનો ઉ૫ભોગ કરી રહ્યા છીએ.
તેના કારણે તેનાથી પુરી રીતે બચવું મુશ્કેલ મહત્વનું છે કયારેક બોટલ બંધ પાણીની જગ્યાએ ટ્રેપ બોટલનો ઉપયોગ કરીએ તો માઇક્રો પ્લાસ્ટીક ની માત્રા ઓછી થઇ શકે છે.