પ્રાથમિક સુવિધા, ભ્રષ્ટાચારના વિરોધમાં ગોકુલનગરની મહિલાઓ રસ્તા પર ઉતરી મતદાર જાગૃતિ લાવવા બેન્ડવાજાથી અલગ-અલગ સુત્રો લખેલા બોર્ડ સાથે પ્રદર્શન અને રેલી યોજી

લગ્ન કે સારા પ્રસંગમાં તો બેન્ડવાજા વાગતા સહુ કોઈ એ જોયા હશે , પરંતુ  હાલ જૂનાગઢ માં એવા બેન્ડવાજા વાગ્યા જે કઈ અલગ જ કારણોસર વાગ્યા છે બેન્ડવાજા વગાડવાનું કારણ સ્થાનિક તક્સાધુ નેતાઓના કારણે પ્રાથમિક સુવિધા માટે દાયકાઓથી ટળવળતા સભ્ય સમાજની મહિલાઓએ ગણતરીના દિવસોથી લડતના મંડાણ કર્યા છે પ્રથમ મતદાન બહિષ્કાર બાદ કુંભ કર્ણ ની નીંદ્રામાં સુતેલા રાજકારણી ઓને જગાડવા તેમજ મતદારોને જાગૃત કરવા બેન્ડ સાથે વિસ્તારમાં મહિલાઓએ રેલી કાઢી હતી ત્યાં શહેરના વાઝાવાડ વિસ્તારમાં રાજ નેતાઓએ મત માંગવા આવવુ નહી તેવા બેનરો લાગતા રાજકીય સુત્રોમાં પુર જોશમાં ચર્ચા ઓના વંટોળ ઉઠવા પામ્યા છે સાથે આ નારાજગી કોને ફાયદો અને કોને નુકસાન કરશે તેના સરવાળા બાદબાકી પણ રાજકીય પંડિતો દ્વારા શરૂ કરવામાં આવ્યા છે

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર લગ્ન પ્રસંગમા જ બેન્ડવાજા વાગે એવો જો મનમાં ખ્યાલ આવતો હોય તો કાઢી નાખજો તાજેતરમાં જૂનાગઢ માં એવા દ્રશ્યો જનતા એ જોયા છે જે કોઈ લગ્ન પ્રસંગ મા વાગતા બેન્ડ વાજા ના ન હતા પરંતુ આ બેન્ડવાજા ગંદકી અને ભ્રષ્ટાચાર ના વિરોધ માટેના હતા , આ બેન્ડવાજા સરકાર ને જગાડવા માટે ના હતા આ બેન્ડવાજા જુનાગઢ શહેર ના નવા સીમાંકન મુજબ વોર્ડ નંબર ૧૧ માં પાયાની સુવિધા ન હોવાના કારણે એ વિસ્તારના બહેનો અને ભાઈઓ દ્વારા બેન્ડવાજા બિન રાજકીય રીતે સંગઠીત થય પોતાના વિસ્તારમાં સ્વચ્છતા, રોડ, રસ્તા, ગટર, પાણી, અને સ્ટ્રીટ લાઇટ સહિત પ્રાથમિક સુવિધાઓના કામમાં થતા ભ્રષ્ટાચારના નો એક અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે, કુંભકર્ણની  નિંદ્રામાં પોઢેલા  તંત્રને  જગાડવા માટે નો એક અનોખો પ્રયાસ અહીંના રહેવાસીઓ દ્વારા  કરવામાં આવી રહ્યો છે અહીં ના રહેવાસીઓ ની પાયાની જરૂરિયાતો જવાબદાર તંત્રને ધ્યાને કેમ નથી આવી રહી  એ વાત ને આ કાર્યક્રમ દ્વારા પહોંચાડવાના અને સૂતેલા તંત્રને જગાડવા માટે  આવ્યા છે આ બેન્ડવાજા, જુનાગઢ મા બેન્ડ વાજા સાથે આ રીતે વિરોધ અને જનજાગૃતિ માટે કદાચ પ્રથમ વખત કહી શકાય તેવુ આ વિરોધ પ્રદર્શન હતુ સ્થાનિકો દ્વારા આ અનોખો વરધોડો કાઢી આકર્શેક રીતે લોકો દ્વારા એક અનોખો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો,

.જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા જ સમયથી નવા સીમાંકન મુજબ વોર્ડ નં ૧૧ જલારામ સોસાયટી પાસે આવેલ ગોકુલ નગર ના રહીશો ભ્રષ્ટાચાર,સ્વચ્છતા રોડ,રસ્તા લાઈટ,પાણી સહિતની  અનેક પાયાની જરૂરીયાતો ની સુવિધાઓથી આ વિસ્તાર ના રહીશો ઘણા જ સમયથી વંચીત છે, અહીંના રહેવાસીઓને એક પણ પાયાની જરૂરિયાત મળી રહી નથી અને સ્વચ્છતાના ખોટા નાટકો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ અમલવારી કોઈપણ જગ્યાએ તંત્ર દ્વારા થતી નથી જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઢેર લાગેલા જોવા મળે છે ચોમાસામાં અહીંના રહેવાસીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો જનતા આવી રીતે જાગૃત થશે તો જ કાંઈ થશે જન જાગૃતિ માટે આ રહેવાસીઓ દ્વારા ઝુંબેશ ચલાવી પ્રથમ વિસ્તારમાં મતદાન બહિષ્કાર ના બેનરો લગાવાયા બાદમાં વરઘોડો કાઢવામાં આવેલ હાલ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ પક્ષના વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારના નગરસેવકો નિલેશ ધુલેસીયા, પ્રીતિ બેન સાંગણી અને શૈલેષ દવે ને જાણ થતાં જ  જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અને કોર્પોરેટર શૈલેષ દવે આ વિસ્તારમાં તાત્કાલિક દોડી આવ્યા હતા

તેઓ આ વિસ્તારમાં પહોંચી જઈ ને બેનરો નીચે ઉતરી જાય તે માટે દોડધામ કરવામાં આવી રહી હતી ત્યારે કોરપોરેટરે પોતાની આબરુ બચાવવા  ગોકુલનગરના રહેવાસીઓને તેઓ દ્વારા સમજાવવામાં આવેલ કે તમારા વિસ્તાર ના દરેક અધૂરા કામો પુરા કરવામાં આવશે  પરંતુ આ વિસ્તારના લોકોનો ઉગ્ર વિરોધ જોતા જ તેઓએ  ત્યાંથી ચાલતી પકડી હતી તેઓ દ્વારા કમિશનર સાહેબ શ્રી ને પણ ઉલ્ટા ચશ્મા પહેરાવી અને અખબારી માધ્યમોને ગેરમાર્ગે દોરી સ્થાનિક લોકોએ બેનર હેઠા ઉતારી લીધા છે તેવી જાહેરાત કરેલ પરંતુ આ વિરોધ સતત ને સતત ચાલુ જ છે સ્થાનિકો આજે વિસ્તારની મહિલાઓ સાથે ઢોલ નગારા વગાડી લોકોમા જાગૃતતા આવે અને સ્વચ્છતા તેમજ  ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે જ્યાં સુધી અહીંના રહીશોને પાયાની સુવિધા ન મળે ત્યાં સુધી અથવા વિશ્વાસ પાત્ર વ્યક્તિઓ ખાત્રી ના આપે ત્યાં સુધી અહીના લોકો દ્વારા આ વિરોધ ચાલુ રહેશે તેવી મક્કમતા વ્યક્ત કરી હતી સાથે સાથે જૂનાગઢ ની જનતામાં મહા નગરપાલિકા ની ચુંટણી ને લય જાગ્રુતતા આવી હોય તેમ આવા બેનરો અને વિરોધના સુર શહેરના વાઝાવાડ વિસ્તારમાં પણ ઉઠવા પામ્યા છે રાજકીય નેતાઓ માટે આ ચુટણી ઘણા પડકારો લયને આવી રહી હોય તેવા એંધાણ સ્થાનિક પ્રબુદ્ધ નાગરિકો ને વર્તાઈ રહ્યા છે

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.