પ્રેમમાં પડયા બાદ બંધાયેલા શારીરિક સંબંધોમાં નોંધાતા ખોટા કેસમાં અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો
‘પ્રેમમાં પડી બાંધેલા શારીરિક સંબંધોને દુષકૃત્ય ન ગણાય’ તેવો ચુકાદો બોમ્બે હાઈકોર્ટની ગોવા ખંડપીઠ દ્વારા આપવામાં આવ્યો છે. કોર્ટના આ પ્રકારના ચુકાદાના કારણે ખોટા કેસોમાં જેલમાં સબડતા કે કોર્ટ કચેરીનો ચક્કર કાંપતા અનેક યુવાનોને રાહત થઈ શકે છે.
બોમ્બે હાઈકોર્ટે નીચલી કોર્ટે યુવાનને આપેલી ૭ વર્ષની કેદ અને ૧૦ હજારના દંડની સજાને ખારીજ કરી છે. નીચેલી કોર્ટે લગ્નની લાલચ આપી દુષકૃત્ય આચરવાની ફરિયાદ મામલે આ ચુકાદો વર્ષો પહેલા આપ્યો હતો. ત્યારબાદ ચુકાદા સામે વર્ષ ૨૦૧૩માં હાઈકોર્ટમાં ઘા નખાયો હતો.
કેસની વિગતો મુજબ કસીનોમાં કામ કરનાર શેફ યોગેશ પાલેકર અને તેની સહકર્મી વચ્ચે પ્રેમ સંબંધ સ્પાયો હતો. ત્યારબાદ યોગેશ પાલેકર તેને પરિવારને મળવા પોતાના ઘરે લઈ ગયો હતો. દરમિયાન ઘરે પરિવારનું કોઈ સભ્ય ન હોવાી બન્ને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો અને તે મહિલા રાત રોકાઈ હતી. ત્યારબાદ યુવક તેણીને ઘરે મુકી ગયો હતો. ત્યારબાદ ફરીી બન્ને વચ્ચે ૩ થી ૪ વખત સંબંધો બંધાયા હતા. ત્યારબાદ યુવાને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પીડિતાએ પોતે લોઅર કાસ્ટ હોવાી યુવાને લગ્નની ના પાડી હોવાનો આક્ષેપ કરી બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ ચુકાદામાં ન્યાયાધીશ સી.વી.ભાડંગે નોંધ્યું હતું કે, બન્ને વચ્ચેના સંબંધ માત્ર પાલેકરના લગ્નના વચન ઉપર બંધાયા ન હતા. પરંતુ પ્રેમ પણ કારણભૂત હતો. બન્ને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા બાદ પીડિતાએ યુવકને ર્આકિ સહાય પણ કરી હતી. જેનો મતલબ યો કે બન્ને વચ્ચે ઈચ્છીત શારીરિક સંબંધ હતા અને તેમાં લગ્નની લાલચનો કોઈ ભાગ નહોતો.
અહીં ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં લગ્નની લાલચ આપી દુષ્કૃત્ય આચર્યું હોવાના કેસ નોંધાઈ છે. એવું તો ન કહી શકાય કે આ તમામ કેસ ખોટા હોય છે. પરંતુ એ વાત હકીકત છે કે, મોટી સંખ્યામાં આ પ્રકારના કેસમાં બન્ને પાત્રોની સહમતીી સંબંધો બંધાયા હોય છે. આવા કેસમાં જેના પર આરોપ લાગ્યો છે તેના જીવનની સાથો સાથ પરિવારના જીવન પર પર ગંભીર અસર થાય છે. અનેક લોકોની જીંદગી ખોટા આરોપસર બગડી જાય છે. માટે કોર્ટનો આ પ્રકારનો ચુકાદો ઘણા લોકો માટે રાહતરૂપ છે.