જોડિયામાં બે દિવસ પહેલા અતિભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યું છે. મકાનોમાં પાણી ઘૂસતાં લોકોની ઘરવખરી, જમીન ખેતીનું ધોવાણ રોડ રસ્તા, ન લા પૂલિયા ડેમેજ થવા પામ્યા છે. આ તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.યુ. મકવાએ રૂબરૂ સ્થળે જઈ નિરીક્ષણ કર્યું હતુ. આ મુલાકાત વેળાએ જોડિયા તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા છે.
જોડિયા ઉડ નદી જયાં દરિયામાં સમાઈ જાય છે. તે પૂલની પરિસ્થિતિ જાણી હતી. અતિ ભારે વરસાદને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકશાની, નાલા-પુલને મોટી નુકશાની થતા તે પરિસ્થિતિનો પણ તાગ મેળવ્યો હતો. આ ઉપરાતં જામદુધઈ, માવનું ગામ, માણામોરા, આજી ૪ પુલ તેમજ કંડલા અને જામનગર કોસ્ટલ હાઈવે પર જોડિયા તાલુકાના નવા માવનુગામ પાસે નાળુ બેસી જવાથી હાઈવે બંધ કરવો પડયો હતો તે સ્થિતિની મુલાકાત પણ લીધી હતી.