આપણે બધા જાણીએ જ છીએ કે લીંબુ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પણ શું ફ્રોઝન લીંબુના ફાયદા વિશે આપ સૌ જાણો છો?
– બરફની ટ્રેમાં ફ્રીઝ કરેલા લીંબુના ઘણા ફાયદાઓ છે. સ્કિનની ટ્રીટમેન્ટથી માંડીને તે કેન્સર જેવા રોગમાં પણ લાભકારક પુરવાર થઇ શકે છે.
લીંબુની છાલ :
– ફોઝન લેમન ટ્રીટમેન્ટથી તમને તેની છાલમાં રહેલા પેક્ટિન, વિટામિન સી, ટેન્જેરિન વગેરે જેવા ૨૨ થી વધુ તત્વોનો લાભ મળશે જે લીંબુના રસ કરતા તેની છાલમાં ૧૦ ગણા વધારે વિટામિન અને સત્વ હોય છે. જે તમારા શરીર માટે ખૂબ ફાયદેમંદ નિવડે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારે..:
– લીંબુને ફ્રીઝમાં રાખવાથી તેના ગુણો જળવાઇ રહે છે. અને તે રોગપ્રતિકારક શક્તિને વધારી દે છે. જેને કારણે જ જલ્દી માંદા નથી પડાતું.
વજન ઉતારવા માટે..:
– વજન ઉતારવા માટે લીંબુ ખૂબ જ ગુણકારી છે. તેમજ તે શરીરના કોલેસ્ટ્રોલ અને ચરબી ઘટાડવામાં ખૂબ જ મદદ‚પ બને છે. તમે રોજના ૧૫ ગ્રામ જેટલા લીંબુનુ સેવન કરશો તો તમા‚ વજન ફટાફટ ઉતરવા માંડશે.
કેન્સરની ટ્રીટમેન્ટ :
– કેન્સરની સારવાર લેતા દર્દીઓને ફ્રીઝ કરેલા લીબું આપવામાં આવે તે તેમને પીડામાં ઘણી વાત રાહત મળે છે. આ ઉપરાંત લીંબુના ગુણ કેન્સરના કોષોને શરીરના ઝડપથી ફેલાતા અટકાવે છે.
સ્કિન માટે :
– સ્કિનને સારી માવજત માટે ઘણા લોકો બરફ ઘસતા હોય છે. તમે આવા ફ્રીઝ કરેલા લીંબુનો બરફ ઘસશો તો તમારી સ્કિનને લીંબુમાં રહેલા પોષકતત્વોનો પણ ફાયદો મળશે. તેમજ લીંબુ તમારી ત્વચાને ડીપ ક્લીન કરે છે.