બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ પરીક્ષાને પડકાર
રાજકોટના બીએપીએસ સ્વામીનારાણ મંદીર ખાતે ધોરણ ૧૦ અને ૧ર ના વિઘાર્થીઓ માટે ‘પરીક્ષાનો પડકાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અપૂર્વમૂતિ સ્વામીજી દ્વારા વિઘાર્થીઓને પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વિઘાર્થીઓ પરીક્ષાને લઇને ચિતિત, ઇયફ કે પરીક્ષાનો ડર ને કેમ દુર કરવો તેમજ વાલીઓએ પણ પોતાના બાળકને કેવી રીતે પ્રોત્સાહન આપવું હિંમત આપવી વિષયો પર વિઘાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પરીક્ષા નજીક હોય કે દુર હોય કોઇ પણ ડિઝીકલ પરિસ્થિતિમાં હિંમત ન હારવી એ દરેક તાળાની ચાવી છે દરેક પ્રશ્ર્નોનું સમાધાન છે. તો શારીરિક પડકારો છે. ત્રીજો ટીકાનો પડકાર છે તમે આટલું વાંચતા હશો છતાં પણ માતા-પિતા વાંચન માટે પ્રેશર કરતા હોય છે. કારણ કે માતા-પિતાને સમાજની ટીકાના સામનો કરવાનો ડર રહેતો હોય છે. ત્યારે તેમના સંતાનો સ્પષ્ટપણે તેમના વાલીઓને કહેતા હોય છે કે હું માણસ છું નહી કે મશીન હાલ જયારે પરીક્ષાનો સમય નજીક આવતો જાય છે.
તેમ વિઘાર્થીઓ પર માનસીક તાણની અનુભુતિ થતી હોય છે. વિઘાર્થીઓને ઓછા ટકાનો ડર નહી પરંતુ ટીકાનો ભોગ બનવું પડે તેનો ડર લાગતો હોય છે. શું જવાબ આપીશું સ્કુલના મિત્રોને કે પછી પરીવારજનોને અને એ વાત સ્પષ્ટ છે કે જયારે લોકો તમારી ટીકા કરે ત્યારે પોતાની જાતે માનવું કે જે રસ્તો પસંદ કરવામાં આવ્યો છે તે અન્ય કરતાં અલગ અને થોડો અધરો છે વધુમાં અપૂર્વમુની સ્વામીએ ધો.૧૦ અને ૧ર ના વિઘાર્થી કે જે પરીક્ષા આપવાના છે.
તેમને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે પરીક્ષા એ જીવન જીવવા અને જીવનની સફળતા માટે માપદંડ નથી પરંતુ વાસ્તવિક સ્થિતિની વાત કરવામાં આવે તો વિઘાર્થીઓ પરીક્ષા ને જાણે પોતાના જીવનની પરીક્ષા હોય એમ માની લેતા હોય છે દેશ વિદેશમાં ઘણી એવી હસ્તીઓ અવતરીત થઇ છે જેને સમાજે તચ્છોડયા હતા અને તેમના સામે આંગણી ચીંધી હતી પરંતુ તે આ તમામ વાતને ઘ્યાન ન આપતા પોતાની જાતે પોતાનો રસ્તો કંડોળ્યો હતો. તેના પરીણામ સ્વરુપે જ તે લોકો તડછોડાયેલા લોકોને વાહ કરે છે. ત્યારે ધો. ૧૦ અને ૧ર પરીક્ષા તે જીવનની પરીક્ષા નથી જેના પરીણામ સ્વરુપે વિઘાર્થીઓએ બોર્ડની પરીક્ષાને ગંભીરતાથી નહી પરંતુ હળવાશથી લેવી જોઇએ.
પડકારને સફળતામાં ફેરવી જીવનના તમામ પ્રશ્નોનું નિવારણ સરળ: પૂ. અપૂર્વમૂની
બીએપીએસના સંત નિર્દેશક અપૂર્વ મૂનિએ અબતક સાથે વાત કરતા જણાવ્યું કે ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓમાં સ્ટ્રેસ અને ભય ના કારણે આત્મહત્યા જેવા વિચારો આવતા હોય છે. શાળાઓ, માતા-પિતા અને વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતા સતાવી રહી છે. બીફોર એકઝામ આફટર એકઝામને લઈ સૌ કોઈ તણાવમાં છે. માટે રાજકોટ બીએપીએસ મંદિર દ્વારા વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનુંં આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભગવાન સ્વામિનારાયણનો અભિષેક વૈદિક પૂજનવિધિ સાથે કરવામાં આવ્યો હતો.
પડકાર આપતા જીંદગીમાં પ્રશ્નો અને તકલીફોતો આવે પરંતુ પડકારને કેવી રીતે સફળતામાં ફેરવી શકાય તે અંગે વિડિયો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ અને મહંત સ્વામીના આર્શિવાદથી આ વર્ષે તમામ છાત્રો ખૂબ સારી પરીક્ષા આપી સારૂ પરિણામ લાવી રાષ્ટ્રનું નામ રોશન કરે અને સમગ્ર સ્કુલ સંકુલનું નામ રોશન કરે તેવી અભ્યર્થના.
વિદ્યાર્થીઓએ ‘નવા ભારત’ના સ્વપ્નને સાકાર કરવાનું છે: વિજય દેશાણી
વિદ્યાર્થીઓ ન્યુ ઈન્ડીયાનું સ્વપ્ન પૂરૂ કરવાના છે. તેમ કહેતા સૌરાષ્ટ્ર યુનિ.ના ઉપકુલપતિ વિજય દેસાઈ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે વિદ્યાર્થીઓ ધો.૧૨ સુધી અહી સંસ્કાર સિંચન કરી પોતાની લાયકાત વિશ્વભરમાં ફેલાવાના છે. આ તકે અપૂર્વમૂનિને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોના ચરણોમાં વંદન કરૂ છું આ સાથે બોર્ડની પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિ. તરફથી શુભેચ્છા પાઠવું છું વિદ્યાર્થીએ કોઈપણ યુનિ.નું કેન્દ્ર છે.
વિદ્યાર્થીની સ્કીલ બહાર આવે તેવું આયોજન અમે કરી રહ્યા છીએ જેમાં સુપ્રસિધ્ધ લેખકો, સાહિત્યકારો, સંતો, મહંતોનું માર્ગદર્શન મળી રહ્યું છે. આ યોજના અંતર્ગત યુનિ.નાતમામ ભવનોમાંથી શ્રેષ્ઠ વિદ્યાર્થી, શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ રિસર્ચરને એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવશે અને વિદ્યાર્થી લક્ષી જાહેરાતો કરવામાં આવશે પરીક્ષામાં ઉર્તીણ થઈ વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છા