એરપોર્ટમાં સિકયુરીટી ચેકીંગ દરમિયાન શંકાસ્પદ હાર્ડ ડ્રાઈવનું ચેકિંગ થતાં સમગ્ર ષડયંત્રનો ભાંડો ફૂટી ગયો
મુંગા પશુઓની દાણચોરીનું પ્રમાણ ખૂબજ વધી ગયું છે. દાણચોર પશુઓને એક સ્થળેથી બીજા સ્થળે છુપાવીને લઈ જવા નવા નવા તુક્કા અજમાવે છે ત્યારે તાજેતરમાં જ હાર્ડ ડ્રાઈવમાં પાઈન સાપને છુપાવી દાણચોરી કરવાના પ્રયાસનો પર્દાફાશ થયો છે.
મીયામી એરપોર્ટી આ સમગ્ર કૌભાંડ પકડાયું હોવાનું જાણવા મળે છે. એરપોર્ટ ખાતે સુરક્ષા ચેકિંગ દરમિયાન અધિકારીઓને એક બેગમાં હાર્ડ ડ્રાઈવ મળી આવી હતી જેમાં શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાતા બોમ્બ સ્કવોર્ડને બોલાવવામાં આવી હતી. અલબત હાર્ડ ડ્રાઈવની અંદર કોઈ જીવીત વસ્તુ હોવાનું માલુમ પડતા તેને ખોલવામાં આવી હતી અને અંતે તેમાંથી પાઈથન સાપ ભરેલી બેગ મળી આવી હતી. આ સાપ એરપોર્ટમાં કેવી રીતે ઘુસાડવામાં આવ્યા તે અંગે તપાસ ચાલુ છે.
પાઈથન સાપને ખૂબજ ખતરનાક ગણવામાં આવે છે. કયાં કારણોસર પ્લેનમાં સાપ લઈ જવાતા હતા તે અંગે ફોડ પાડવામાં આવ્યો નથી. અગાઉ પણ આ એરપોર્ટ પરી એક વ્યક્તિ સાપ અને કાજબા શરીર પર બાંધીને લઈ જતો હતો તે દરમિયાન પકડાયો હોવાનું જાણવા મળે છે. એક મહિલાએ તેના આંતર વમાં સાપ છુપાવ્યો હતો તે પણ પકડાયો છે. એકંદરે મીયામી એરપોર્ટ પરી પ્રાણીઓની તસ્કરી વધતી જાય છે.